બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / After the rape of a girl in Bengal, accused of murder, the police were seen running with the dead body

વિવાદ / બંગાળ ફરી ભડક્યું: છોકરી સાથે બળાત્કાર બાદ હત્યાનો આરોપ, મૃતદેહ લઈને દોડતી દેખાઈ પોલીસ, સમગ્ર વિસ્તારમાં તણાવ

Priyakant

Last Updated: 10:27 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

West Bengal News: બાળકીના પરિવાર અને ગામના લોકો કહી રહ્યા છે કે, તેની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી તો પોલીસનું કહેવું છે કે, બાળકીના શરીરમાંથી ઝેરની બોટલ મળી આવી

  • પશ્ચિમ બંગાળ સગીર બાળકી સાથે કથિત બળાત્કાર-હત્યા બાદ ખળભળાટ
  • બાળકીના પરિવાર અને ગામના લોકો કહી રહ્યા છે કે, તેની બળાત્કાર બાદ હત્યા
  • પોલીસનું કહેવું છે કે, બાળકીના શરીરમાંથી ઝેરની બોટલ મળી આવી

પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં એક સગીર બાળકી સાથે કથિત બળાત્કાર અને હત્યા બાદ ખળભળાટ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, બાળકીના પરિવાર અને ગામના લોકો કહી રહ્યા છે કે, તેની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી છે. જોકે પોલીસનું કહેવું છે કે, બાળકીના શરીરમાંથી ઝેરની બોટલ મળી આવી છે. જેને લઈ હવે આ મુદ્દે બંગાળમાં રાજકારણ ગરમાયું છે. 

બંગાળ પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ બાળકીની લાશ લઈને રસ્તા પર દોડતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ મમતા બેનર્જી સરકાર પર સવાલો ઉઠવા લાગ્યા છે. ભાજપનો સવાલ એ છે કે, પોલીસ-પ્રશાસન આટલી ઉતાવળમાં કેમ છે?

બાળકીના પરિવાર અને ગામના લોકો કહી રહ્યા છે કે, તેની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી તો પોલીસનું કહેવું છે કે, બાળકીના શરીરમાંથી ઝેરની બોટલ મળી આવી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, છોકરી ગુમ થઈ ગઈ હતી, પરંતુ તેના પરિવારે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. જે બાદમાં કાલિયાગંજ વિસ્તારમાં બાળકીની લાશ નહેરમાં તરતી મળી આવી હતી. જ્યારે પોલીસ બાળકીની લાશ લેવા પહોંચી તો તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ ઝેરી પદાર્થનું સેવન જણાવવામાં આવ્યું છે.

બંગાળ સરકાર પર ભાજપના પ્રહાર
પરિવારે એક યુવક પર મૌખિક આરોપ લગાવ્યો છે, જેને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસનું એમ પણ કહેવું છે કે, બાળકીના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. પરંતુ પોલીસના આ ખુલાસા વચ્ચે ભાજપ આ મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે. મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

NCPCR પ્રમુખ બંગાળ પહોંચ્યા 
નેશનલ ચાઈલ્ડ પ્રોટેક્શન કમિશન (NCPCR)ના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગો પીડિતાના પરિવારને મળવા માટે દિનાજપુર પહોંચ્યા છે. આ પહેલા પ્રિયંકા કાનુન્ગોએ ટ્વીટ કર્યું હતું કે, પોલીસ પર પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરમાં સામૂહિક બળાત્કાર અને હત્યા કરાયેલી બાળકીના મૃતદેહને અપમાનિત કરવાનો આરોપ છે. હું આજે ત્યાં જઈ રહ્યો છું કે છોકરીને ન્યાય મળે અને ગુનેગારોને સજા મળે કે કેમ. રાજ્ય સરકારને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

લાશ મળી આવતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ  
બાળકીનો મૃતદેહ મળ્યા બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. ઉત્તર દિનાજપુરના પોલીસ અધિક્ષક સના અખ્તરે જણાવ્યું કે, જ્યારે પોલીસ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એકત્ર કરવા ગઈ તો તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. આ પછી પોલીસે લાશનો કબજો લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

BJP IT સેલના વડાએ ટ્વીટ કર્યું કે, વીડિયોમાં પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા અસંવેદનશીલતાથી જે શરીરને ખેંચવામાં આવી રહ્યું છે તે ઉત્તર દિનાજપુરના કાલિયાગંજમાં રાજબંશી સમુદાયની સગીર બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી બાળકીનો છે. આવી ઉતાવળ ઘણીવાર ત્યારે જોવા મળે છે જ્યારે તેનો ઉદ્દેશ પુરાવાનો નાશ કરવાનો અથવા નબળો પાડવાનો અને ગુનાને ઢાંકવાનો હોય છે. બીજેપીના વરિષ્ઠ નેતા શુભેંદુ અધિકારીએ ટ્વીટ કર્યું કે, બંગાળના બીજેપી ધારાસભ્યોને પીડિત પરિવારને મળવા દેવાયા નથી. તેને છેતરપિંડી કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યાં બેસવાની ફરજ પડી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ