બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / after the dispute, Karnataka Congress gov scarps the controversial order to stop developmental work in the temples

રાજનીતિ / મંદિરોના વિકાસ કાર્યોને રોકવાને લઈને બેકફૂટ પર કર્ણાટક સરકાર: ભારે હોબાળા બાદ પરત લેવો પડ્યો આદેશ

Vaidehi

Last Updated: 04:37 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકનાં મંદિરોમાં ચાલી રહેલા વિકાસનાં કામોને રોકવાનાં આદેશ બાદ શરૂ થયેલા વિવાદને લીધે કોંગ્રેસ સરકારે તે વિવાદસ્પદ સર્ક્યુલરને પાછું ખેંચી ડેમેજ કંટ્રોલ કર્યું.

  • કર્ણાટક મંદિરોમાં ચાલતાં વિકાસ કાર્યોને અટકાવવાનો આદેશ
  • ભાજપ સહિત હિંદૂ સંગઠનોએ શરૂ કર્યો વિરોધ
  • કોંગ્રેસ સરકારે પાછો ખેંચી લીધો વિવાદસ્પદ આદેશ

કર્ણાટક મંદિરોમાં ચાલી રહેલા વિકાસનાં કામોને અટકાવવાનાં આદેશ પર થયેલા વિવાદને જોતાં કોંગ્રેસ સરકારે તરત જ ડેમેજ કંટ્રોલ કરી લીધું. રાજ્યનાં મુજરાઈ વિભાગનાં વિવાદસ્પદ સર્ક્યુલરને પાછું ખેંચી લીધું છે.  આ સર્ક્યુલરમાં નોટીસ ન મળે ત્યાં સુધી વિકાસનાં કામોને સંપૂર્ણપણે રોકવાનું કહેવાયું હતું. વિપક્ષી દળ ભાજપને આ મુદે અવાજ ઊઠાવવાની ધમકી આપી અને હિંદૂ સંગઠનોએ આ સર્ક્યુલરને હિંદૂ વિરોધી કરાર કરી દીધું.

મુજરાઈ મંત્રીએ આપી સ્પષ્ટતા
મુજરાઈ મંત્રી આર.રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે મંદિરોમાં વિકાસ કાર્ય અટકાવવાનો સરકારનો ક્યારેય ઉદેશ્ય નહોતો. માત્ર ચાલી રહેલા કામ પર એક સ્ટેટસ રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટક મુજરાઈ મંત્રીએ ભાજપ સરકાર અંતર્ગત દરેક મંદિર માટે મંજૂર કરવામાં આવેલા ધનની માત્રા, અત્યાર સુધી ફાળવવામાં આવેલા ધનની રાશિ અને યોજનાઓની હાલની સ્થિતિ અંગેનાં રિપોર્ટની માહિતી 30 ઑગસ્ટ સુધી આપવાની માંગ કરી હતી. 14 ઑગસ્ટનાં મુજરાઈ વિભાગે આદેશ જારી કરીને વિભાગનાં તમામ અધિકારીઓને સરકારની અંડર આવતાં મંદિરોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અટકાવવાનું કહ્યું.

આદેશ પાછો ખેંચી લેવાયો
આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતાં મુજરાઈ મંત્રી રેડ્ડીએ કહ્યું કે,' આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. અમે માત્ર નવીનીકરણ કાર્ય માટે ભેગા કરવામાં આવતાં ધનની સ્થિતિ જોઈ રહ્યાં હતાં. મંદિર પરિસરમાં ચાલી રહેલા કામને રોકવાનો અમારો કોઈ જ ઉદેશ્ય નહોતો.' જ્યારે મુજરાઈ વિભાગનાં એક અધિકારીએ કહ્યું કે મંત્રીની સ્ટેટસ રિપોર્ટની માંગ ખોટી રીતે લખાઈ હોવાને લીધે મંદિરોમાં વિકાસકાર્યો અટકી ગયાં. તો બીજી તરફ ભાજપ અને હિંદૂ સંગઠનોએ સરકાર પર 'આસ્થાની સાથે રાજનીતિ રમવાનો' આરોપ લગાડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ