બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / After bank borrower wife stole items worth 47 lakhs the bank locker

અમદાવાદ / બેંકના પટ્ટાવાળાએ પત્ની સાથે મળી બેન્કના લૉકરમાંથી 47 લાખની વસ્તુઓ કરી છૂમંતર, આવી રીતે ભાંડો ફૂટતા બંને જેલ હવાલે

Kishor

Last Updated: 07:48 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બેંકના પટ્ટાવાળાએ પત્ની સાથે મળી બેંકના લોકરમાંથી 47.88 લાખની કિંમતની ચિઝવસ્તુઓની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.  આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • બેંકના પટ્ટાવાળાએ પત્ની સાથે મળી બેંકમાંથી કરી ચોરી
  • બેંકના લોકરમાંથી 47.88 લાખની કિંમતની ચિઝવસ્તુઓની ચોરી
  • સોનાના 3 મંગળસૂત્ર, સોનાની 8 બંગડી સહિત કુલ 47 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રક્ષક ભક્ષક બન્યો હોય તેમ બેંકના પટ્ટાવાળાએ જ પોતાની પત્ની સાથે મળી બેંકના લોકરમાંથી કિંમતી વસ્તુની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસને સોનાના દાગીના ભરેલ બેગ સાથે શંકાસ્પદ હાલતમાં મળેલ યુવકની પૂછપરછ હાથ ધરતા ભાંડો ફૂટ્યો હતો. આ દંપતીએ ડમી ગ્રાહક બની બેંકમાં જઇ રૂપિયા 47.88 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. 

બેંકના મેનેજરએ એલિજબ્રિજ મથકમાં ફરિયાદ નોંધાવી 

એલિજબ્રિજ પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમીયાન ચિરાગ દાતણીયા પાસેથી સોના દાગીના અને વિદેશી ચલણી નોટો સાથે કિંમતી વસ્તુ મળી આવી હતી. જેને લઈને પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ બેન્કમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. બાદમાં બેંકના મેનેજર એલિજબ્રિજમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં પૂછપરછમાં સામે આવ્યું કે બેંકમાં રહેલા દસેક જેટલા લોકરનો છેલ્લા ઘણા સમયથી ઉપયોગ કોઈ ગ્રાહક કરતા ન હતા અને લોકરનો ચાર્જ પણ ચૂકવતા ન હતા જેથી દસેક લોકરોની કિંમતી ચીઝવસ્તુઓ બેંકના અધિકારીઆ ગણતરી કરી અન્ય ચાર લોકરમાં સામાન મુક્યો હતો.જે ચાર લોકરમાં રહેલ કિંમતી વસ્તુઓ પર બેંકના પટ્ટાવાળા ચિરાગ દાતણીયાની નજર બગડી હતી. જેથી લોકરમાંથી ચોરી કરવાનું પત્ની સાથે પ્લાન કર્યો હતો.જેમાં આરોપી ચિરાગે તેની પત્ની અર્ચના દાતણીયાનીને ડમી ગ્રાહક તરીકે બેંકમાં બોલાવી અને રજીસ્ટ્રેશન બુકમાં ખોટી એન્ટ્રી કરી લોકર રૂમમાં પ્રવેશ મેળવ્યો હતો.

47 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો


જ્યાં પટ્ટાવાળા તરીકે કામ કરતા આરોપી ચિરાગે અગાઉથી બે લોકરમાં રહેલ કિંમતી સામાન કાઢી દીધો હતો. જ્યાં લોકર રૂમમાં પત્ની અર્ચના અંદર આવતા જ કિંમતી સામાન બેગમાં મૂકી જતી રહી હતી. જે થોડા દિવસ બાદ ચિરાગ કિંમતી સામાન વાળો બેગ લઈ જતા પોલીસના હાથે પકડાયો અને લોકર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી ચિરાગ દાતણીયા બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે જેથી બંધ લોકરમાં રહેલ કિંમતી સામાન હવે કોઈ ગ્રાહક લેવા નહીં આવે તેમ સમજી તેના પર દાનત બગાડીને ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી.આરોપી દંપતી પાસેથી 1 કિલો 200 ગ્રામ સોનાના દાગીના, સોનાના 3 મંગળસૂત્ર, સોનાની 8 બંગડી અને બે ચેઇન તથા  2 કિલો જેટલા ચાંદીના દાગીના અને 3 પાસપોર્ટ, વિદેશી ચલણી નોટો મળી કુલ 47 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ