બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / accused who abducted and raped a four-and-a-half-year-old girl in Surat's Chowkbazar was arrested.

દુષ્કર્મ / ચોકલેટની લાલચ, અવાવરું જગ્યા,બાળકીના કપડાંથી મળી કડી, સુરત પોલીસે દુષ્કર્મીને દબોચ્યો

Vishal Dave

Last Updated: 11:59 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસની ટીમને બાળકી ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

સુરતમાં સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે.  સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ પંડોળ વિસ્તારમાંથી એક સાડા ચાર વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ત્યારે આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી ચોક બજાર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બાળકીની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. 

સીસીટીવી કેમેરાને આધારે તપાસ હાથ ધરી હતી

તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાયું હતું અને અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક નરાધમ બાળકીનું અપહરણ કરી લઈ જતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ત્યારબાદ પોલીસની ટીમને બાળકી ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ આ છોકરીના રૂપ પાછળ ઘેલા થશો તો કંગાળ બની જશો, પત્ની બની ઘરે આવશે પછી આવી રીતે થશે ખેલ

તપાસ દરમ્યાન બાળકીના કપડા મળી આવ્યા હતા 

ડોક્ટરની તપાસમાં બાળકી સાથે દુષ્કર્મમાં થયું હોવાનું સામે આવતા તાત્કાલિક જ પોલીસ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની શોધખોળ કરવામાં આવી હતી અને અલગ અલગ સીસીટીવી ફૂટેજની તપાસના આધારે અને બાળકીના ઘરથી અખંડાનંદ કોલેજ પાસેના તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને અવાવરું જગ્યાઓ પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન બાળકીના કપડા મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બાતમીના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ અંકિત ઓમ પ્રકાશ ગૌતમની ધરપકડ કરી હતી. 

આરોપી છેલ્લા દસ વર્ષથી એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે

આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે,  છેલ્લા દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે અને ગઈકાલે તારીખ 20 /2 /2024 ના રોજ પોલીસ મથક વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમી રહી હતી તે નજરે પડતાં તેને ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કરી દુષ્કર્મ આચરી તેને છોડીને ભાગી ગયો હતો.હાલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ