બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અજબ ગજબ / Abu Municipality's unique initiative is to collect the first bread for cows

સેવા / આબુ નગરપાલિકાની અનોખી પહેલ, પ્રથમ રોટલી ગાયો માટે ઉઘરાવે છે, જાણો કેમ?

Ravi

Last Updated: 08:35 PM, 28 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ઘર્મ પ્રમાણે જમવા બેસીએ તે પહેલા પ્રથમ રોટલી ગાયને ખવડાવવી એમ કહેવામાં આવે છે. જેના કારણે પહેલાની પરંપરા જે સાચવીને બેઠા છે. તેમના ઘરે આજે પણ ભોજન બને તો પ્રથમ ગૌમાતા માટે રોટલી નિકાળવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ઘણી જગ્યાએ  તો ગૌમાતા પણ સમયસર રોટલી ખાવા માટે પહોંચી જતા હોય છે.

 

  • આજે પણ ભોજન બને તો પ્રથમ ગૌમાતા માટે રોટલી નિકાળવામાં આવે છે
  • ગાય માતાને પુરતી રોટલીઓ મળી રહે તે હેતુસર ઘરે ઘરે કચરો ઉધરાવતા ટેમ્પો પર પ્રથમ રોટલી ગાયને આપવાની અપીલ કરી છે.

જો કે ધીમે ધીમે આ પરંપરા ઓછી થતી જાય છે. આજની ફાસ્ટ લાઇફમાં તો ઘણા લોકો સમયસર જમવા પણ બેસતા નથી. તો વળી કેટલાય એવા ઘર હશે જેમના ઘરે જમવાનો સમય પણ નક્કી નહીં હોય આવા સમયે ગાયને રોટલી ખવડાવવી તે તો શક્ય જ કેવી રીતે બને. પરંતુ કહેવાય છે ને કે જો સારી શરૂઆત કરો તો પરંપરાને જાળવી રાખવી અશક્ય નથી.  

ગુજરાતીઓનું માનીતુ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ગાય માતાને ભોજન મળી રહે તે હેતુસર પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

ગુજરાતમાં તો હજુ પણ ગામડામાં ગાયને માતા તરીકે પુજવામાં આવે છે અને નિયમીત રીતે પ્રથમ રોટલી તેમને અર્પણ પણ કરાય છે. પરંતુ શહેરોમાં તો ગાયને તેના માલિકો પણ સવારે દોહ્યા પછી રસ્તે રઝળતી છોડી દે છે. પછી અન્ય લોકોની તો વાત જ કાયં કરવી. પણ ગુજરાતીઓનું માનીતુ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ગાય માતાને ભોજન મળી રહે તે હેતુસર પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

માઉન્ટ આબુમાં નગરપાલિકાની પહેલ 

એટલુ જ નહીં તે સફળ પણ રહ્યો. માઉન્ટ આબુ નગરપાલિકાએ ગાય માતાને પુરતી રોટલીઓ મળી રહે તે હેતુસર ઘરે ઘરે કચરો ઉધરાવતા ટેમ્પો પર પ્રથમ રોટલી ગાયને આપવાની અપીલ કરી છે. એટલુ જ નહીં જ્યારે પણ તમે કચરો નાખવા માટે આવો તો એક રોટલી ગાય માટે લેતા આવવુ તેવી રજૂઆત કરી છે. આબુવાસીઓએ પણ આ પહેલને હોંશે હોંશે વધાવી છે. 

માટે જ્યારે પણ ઘરમાં રોટલી બને તો પ્રથમ ગાય માતા માટે રાખવામાં આવે છે. અને જ્યારે પણ કચરો નાખવા માટે  આવે તો ગાય માટે રોટલી લઇને આવે છે. જેના કારણે ગાયને નકામી વસ્તુ ખાવી ના પડે, તેમનું સ્વાસ્થ્ય પણ બરોબર રહે. ધર્મ કોઇ પણ હોય મૂંગા પ્રાણી, પશુને ખોરાક આપવું તે સત્કર્મ છે. આવી શરૂઆત સમગ્ર દેશમાં થાય તો ગાયને સાચા અર્થમાં માતાનું સન્નમાન મળી રહે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ