બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Absence of opposition Congress was seen in the assembly house

ગાંધીનગર / વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસની સંપૂર્ણ ગેરહાજરી,સરકારે કહ્યું ટીકા બાદ બાબત પણ સાંભળો, આવ્યો વળતો જવાબ

Dinesh

Last Updated: 08:02 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Assembly Session: ગૃહમાં વિપક્ષનો એકપણ સભ્ય હાજર ન રહેતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, આક્ષેપ કરી જતા રહે તે યોગ્ય નથી

  • વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસની ગેરહાજર
  • રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ રહ્યું ગેરહાજર
  • આક્ષેપ કરી જતા રહે તે યોગ્ય નથીઃ મંત્રી ઋષિકેશ પટેલ


વિધાનસભા સત્ર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓના વિવિધ નિવેદનો સામે આવી રહ્યાં છે.  જો કે, ગૃહમાં વિપક્ષ કોંગ્રેસની ગેરહાજરી જોવા મળી હતી. રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ પક્ષના એકપણ ધારાસભ્ય હાજર રહ્યાં ન હતા. સંબોધન બાદ બોલવા માટેનો સમય આવ્યો હતો ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગાયબ થઈ ગયા હતાં.

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત, કુલ આટલા બિલ રજૂ  કરાશે, ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે! | two days short session of the  Gujarat Legislative ...

'આક્ષેપ કરી જતા રહે તે યોગ્ય નથી'
વિપક્ષનો એકપણ સભ્ય હાજર ન રહેતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, આક્ષેપ કરી જતા રહે તે યોગ્ય નથી. ટીકા કર્યા બાદ સરકારની બાબત પણ સાંભળવી જોઈએ. જો કે, ત્યાર બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી હતી. 

'અમે મેદાન છોડીને ભાગવા વાળા નથી'
અમિત ચાવડા કહ્યું હતું કે, સંસદીય મંત્રી આધાર વગર વાત કરે તે યોગ્ય નથી. રાજ્યપાલના સંબોધન પર જ્યારે ચર્ચા કરવાની જરૂર પડશે ત્યારે ચર્ચા કરીશું. અમે મેદાન છોડીને ભાગવા વાળા નથી

VTV Gujarati News and Beyond on X: "ગુજરાત કોંગ્રેસમાં નવા જૂની થવાના  એંધાણ, વિધાનસભા ચૂંટણીની હાર બાદ ગાંધીનગરમાં નેતાઓની ખાનગી બેઠક, અમિત ચાવડા  ...

ગૃહમાં ધારાસભ્ય કિરીટ પટેલનો સવાલ
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર કરતાં તબીબોને નાણા ન ચૂકવાયા હોવાનો અને ખાનગી કંપનીને ચુકવાયેલા મોટા પ્રીમિયમ બાબતે સવાલ ઉઠાવ્યા હતા. પાટણ જિલ્લામાં PMJAY યોજનામાં તબીબોને રૂપિયા 20.80 કરોડ ચુકવવાના બાકી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે બજાજ એલિયાન્ઝ કંપનીને રૂપિયા 522.58 ચૂકવવામાં આવ્યા હોવાથી ખાનગી કંપનીને મોટું પ્રીમિયમ ચૂકવવા બાબતે સવાલ ઉઠાવ્યા હતા. પાટણ જિલ્લામાં પ્રીમિયમ ચૂકવ્યા બાદ રૂપિયા 20 કરોડથી વધુના નાણાં ચૂકવવામાં આવતા નહી હોવાથી ઘણી હોસ્પિટલોએ યોજના બંધ કર્યાનો આક્ષેપ કર્યો હતો. 

વાંચવા જેવું: મૌલાના ભડકાઉ ભાષણ કેસમાં 4ની અટકાયત: જૂનાગઢ ઉપરાંત આ જગ્યાઓનું પણ કનેક્શન ખૂલ્યું, ATSના ખુલાસા

રાજ્યમાં JN1ના કેટલા કેસ છે ?
વિધાનસભામાં કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાએ કોરોનાને લઇ સવાલ કર્યો હતો. રાજ્યમાં JN1ના કેટલા કેસ છે અને યુવાનોમાં વધતા હાર્ટએટેકના કેસનું વેક્સિન કનેક્શન છે  કે કેમ તે અંગે સવાલ કરતા ઇમરાન ખેડાવાલાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો.  તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ 68 એક્ટિવ JN1 કેસ છે.  રાજ્યમાં વેક્સિનના કારણે કોઇ હાર્ટએટેકનો બનાવ નહીં તેમજ કોરોનાના કારણે કેટલાક કિસ્સામાં ફાઈબ્રોસિસ થાય છે. કોરોના બાદ અનેક લોકોના ફેફસાને થયું નુકસાન: ઋષિકેશ પટેલ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ