આધાર કાર્ડ આજના સમયમાં એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. જે વગર તમે કોઈ સરકારી કામ પણ કરી શકતા નથી અને તમારી ઓળખ પણ સાબિત કરી શકતા નથી. પરંતુ ઘણી વખત તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ થઇ જાય છે. આવો જાણીએ કે કેવીરીતે તમે જાણકારી મેળવી શકશો કે તમારા આધાર કાર્ડનો ક્યારે અને ક્યા ઉપયોગ કરવામાં આવ્યો છે.
શું તમારે જાણવુ છે?
તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ થયો છે કે નહીં?
તમે ઘર બેઠા ઓનલાઈન આ રીતે જાણી શકશો
તમારા આધારનો ક્યા થયો છે ઉપયોગ
જો તમારા આધાર કાર્ડ સાથે કોઈ માણસ કોઈ પણ પ્રકારની છેડછાડ કરે છે તો હવે તમે સરળતાથી જાણી શકશો કે કોણે તમારા આધાર કાર્ડ સાથે છેડછાડ કરી છે. ત્યારબાદ તમે તેની ફરિયાદ પણ કરી શકશો. UIDAI તમને આ સુવિધા આપી રહ્યું છે. તમે ઘર બેઠા ઓનલાઈન યુઆઈડીએઆઈની વેબસાઈટ uidai.gov.in પર જઇને તમે આ અંગે જાણકારી મેળવી શકો છો.
શું છે સમગ્ર પ્રક્રિયા?
જેના માટે તમે સૌથી પહેલા uidai.gov.in પર જાઓ.
વેબસાઈટ પર હોમ પેજ પર આધાર સર્વિસની નીચે આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રીને ખોલો.
ત્યારબાદ તમારી પાસે તમારા આધારની આધાર સંખ્યા અને સિક્યોરિટી કોડ માંગવામાં આવશે.
આ બધી જાણકારી ભર્યા બાદ તમારા આધારથી રજીસ્ટર્ડ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે.
ઓટીપી ભર્યા બાદ યુઝરને ઓથેન્ટિકેશન ટાઈપ અને ડેટ રેન્જની સાથે માંગવામાં આવેલી માહિતી આપવી પડશે.
આ માહિતીને વેરિફાઈ કરશો તો સામે એક યાદી આવી જશે. જેમાં છેલ્લાં છ મહિનાની આધાર કાર્ડની હિસ્ટ્રી સામે આવી જશે.
જેના પરથી સ્પષ્ટ થશે કે તમારા આધાર કાર્ડનો ક્યારે અને ક્યા ઉપયોગ કરવામાં આવ્યો હતો.