બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / A year ago, mysterious fireballs fell from the sky in Gujarat, Maharashtra, now ISRO has revealed

નિવેદન / એક સમયે ગુજરાત, મહારાષ્ટ્રમાં આકાશમાંથી પડ્યા હતા ભેદી અગનગોળા, હવે ISROએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Priyakant

Last Updated: 09:29 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં નવસારી, ડાંગ, પાટણ, દાહોદ, ખેડા સહિતના સ્થળોએ પણ આવી જ ઘટના આકાશમાં જોવા મળી હતી

  • એક વર્ષ પહેલા દેશનાં કેટલાક વિસ્તારોમાં આકાશમાંથી પડી હતી કેટલીક વસ્તુ 
  • એક વર્ષ પછી આકાશમાંથી વિચિત્ર વસ્તુઓ પડ્યા મામલે ઈસરોનું નિવેદન 
  • મહારાષ્ટ્રના  ચંદ્રપુરમાં જે વસ્તુઓ પડી છે તે ચીની સેટેલાઇટ લોગ માર્ચના પાર્ટ: ઈસરો

એક વર્ષ પહેલા ગુજરાત સહિત દેશનાં કેટલાક વિસ્તારોમાં આકાશમાંથી કેટલીક વિચિત્ર વસ્તુઓ પડી હતી. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં પણ આકાશમાંથી કેટલીક વિચિત્ર વસ્તુઓ પડ્યા બાદ હવે ઈસરોનું નિવેદન સામે આવ્યું છે. ISRO દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચંદ્રપુરમાં જે વસ્તુઓ પડી છે તે ચીની સેટેલાઇટના પાર્ટ છે. આ ભાગો ચીનના લોગ માર્ચ સેટેલાઇટના છે. 

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ચંદ્રપુરમાં એક વર્ષ પહેલા સિંદેવાહી અને ચિમુર તાલુકામાં આકાશમાંથી કેટલીક વસ્તુઓ પડી હતી. તેમાંથી એક વિશાળ રીંગ જેવી વસ્તુ હતી, જેમાં લગભગ 6 ગોળાકાર બલૂન જેવા ભાગો હતા. આ વસ્તુઓ આકાશમાંથી પડ્યા બાદ ગભરાટનો માહોલ સર્જાયો હતો.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની એક ટીમ આ મામલાની તપાસ માટે ચંદ્રપુરના સિંદેવાહી પહોંચી હતી. આ કેસના એક વર્ષ બાદ ઈસરોએ પુષ્ટિ કરી છે કે અવકાશમાંથી જે ટુકડા પડ્યા છે તે ચીનના લોગ માર્ચ સેટેલાઇટનો ભાગ છે.

શું કહ્યું ચંદ્રપુરના ખગોળશાસ્ત્રીએ ? 
ચંદ્રપુરના ખગોળશાસ્ત્રી સુરેશ ચોપાને આ બાબતે સતત ઈસરોના વૈજ્ઞાનિકોના સંપર્કમાં હતા. ખગોળશાસ્ત્રી સુરેશ ચોપાણેએ કહ્યું કે ઈસરોના વૈજ્ઞાનિકોના મતે આ ચીનના લોગ માર્ચ સેટેલાઈટના ટુકડા છે. આ અંગેનો રિપોર્ટ ISRO દ્વારા ભારત સરકારને મોકલવામાં આવ્યો છે.

ગુજરાત સહિત દેશનાં અનેક ભાગોમાં પડી હતી આ વિચિત્ર વસ્તુઓ 
મહત્વનું છે કે, એક વર્ષ પહેલા દેશના ઘણા ભાગોમાં અગનગોળા જેવી વસ્તુઓ આકાશમાંથી જમીન તરફ ઝડપથી આવતી જોવા મળી હતી. અગાઉ એવું કહેવામાં આવતું હતું કે આ વસ્તુઓ ધૂમકેતુ હોઈ શકે છે. આ ઘટનાને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં નવસારી, ડાંગ, પાટણ, દાહોદ, ખેડા સહિતના સ્થળોએ પણ આવી જ ઘટના આકાશમાં જોવા મળી હતી. 

લોકોએ માન્યું હતું કે નવા વર્ષ પર ફટાકડા હશે પણ......
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, તેમણે રામેશ્વર મંદિર પાસે આકાશમાં આ અદ્ભુત અવકાશી ઘટના જોઈ હતી. પહેલા એવું લાગ્યું કે નવા વર્ષ પર ફટાકડા ફોડવામાં આવશે, પરંતુ પછી લાગ્યું કે આ કોઈ અલગ જ આકાશી ઘટના છે. અન્ય લોકો સાથે ચર્ચામાં તેમને કહેવામાં આવ્યું કે તે ઉલ્કાપિંડનું દૃશ્ય છે. આ દ્રશ્ય 30 સેકન્ડ માટે દેખાતું હતું, જેમાં કેટલાકમાં વાદળી પ્રકાશ અને કેટલાકમાં પીળો પ્રકાશ નીકળી રહ્યો હતો.

અગનગોળામાંથી આવતા હતા ભયાનક અવાજો 
મહારાષ્ટ્રના ચંદ્રપુરના સિંદેવાહી તહસીલના લાડબોરી ગામમાં લોખંડની એક મોટો ગોળો પડ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તેઓ પોતપોતાના ઘરે હતા આ દરમિયાન અચાનક એક ભયાનક અવાજ સાંભળ્યો અને ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા. આ તરફ જોયું તો આકાશમાં અગ્નિ જેવો ગોળો જમીન તરફ આવી રહ્યો છે. જ્યારે આગનો આ ગોળો જમીન પર પડ્યો ત્યારે તે અત્યંત ગરમ હતો. ગામના એક વ્યક્તિએ કહ્યું હતું કે, આગનો ગોળો જમીન પર પડતાની સાથે જ તેણે પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગના બોલને ઠંડો કર્યા બાદ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ