બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 01:13 PM, 2 April 2021
ADVERTISEMENT
1 એપ્રિલથી સિલિન્ડરમાં 10 રૂપિયા ઘટી ગયા છે. વગર સબ્સિડિવાળા ગેસ સિલિન્ડરના ભાવ પણ હવે 809 રૂપિયા છે પરંતુ ફક્ત 9 રૂપિયામાં સિલિન્ડર મેળવી શકાશે.
ADVERTISEMENT
809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં
LPG બૂકિંગ અને પેમેન્ટ પેટીએમે પોતાના ગ્રાહકો માટે બંપર ઓફરની રજૂઆત કરી છે. આ ઓફરમાં ગ્રાહકોને 809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં જ મળશે. તેમાં તમે કેશબેકનો ઉપયોગ કરી શકશો અને તમને 800 રૂપિયા કેશબેક મળશે.
કેવી રીતે કરાવશો બૂક
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે સૌથી પહેલા પેટીએમ એપ્લિકેશનને ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. બાદમાં તમારે ગેસ એજન્સીથી સિલિન્ડર બૂક કરવો પડશે. પેટીએમમાં ગયા બાદ શો મોર પર ક્લિક કરીને રિચાર્જ અને પે બિલ્સ પર ક્લિક કરો. બાદમાં તમારે book a cylinderનો વિકલ્પ હશે તેના પર ગેસ પ્રોવાઇડરને સિલેક્ટ કરવો પડશે. બૂકિંગ પહેલા FIRSTLPG પ્રોમો કોડ નાંખવો પડશે. બૂકિંગના 24 કલાકની અંદર તમને કેશબેક સ્ક્રેચકાર્ડ મળશે અને આ સ્ક્રેચકાર્ડને પણ 7 દિવસની અંદર જ યુઝ કરવુ પડશે.
કેવી રીતે મળશે કેશબેક
જો તમે પણ પેટીએમની આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો 30 એપ્રિલ સુધીમાં તમારે સિલિન્ડર બૂક કરાવી લેવો પડશે. એક વાતનુ ધ્યાન રાખજો કે આ ઓફર ફક્ત તેના માટે છે જે પહેલી વાર પેટીએમથી સિલિન્ડર બૂક કરી રહ્યાં છે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર અપ્લાય થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.