બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Politics / A private survey of Lok Sabha election results claims that the BJP will come back to power

સર્વે / આજે થાય લોકસભા ચૂંટણી તો કોની બને સરકાર? સર્વેના ચોંકાવનારા તારણો, ભાજપ-કોંગ્રેસને કેટલી સીટો

Kishor

Last Updated: 11:42 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી અગાઉ એક ખાનગી સર્વે સામે આવ્યો છે. જેમાં ફરી ભાજપ સત્તા પર આરૂઢ થઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

  • લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ
  • ચૂંટણીના પરિણામને લઈને એક ખાનગી સર્વે સામે આવ્યો
  •  ફરી ભાજપ સત્તા પર આરૂઢ થઈ રહી હોવાનો દાવો

આગામી વર્ષમાં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. કોંગ્રેસ, જીડીયુ, ટીએમસી સહિતના તમામ વિપક્ષી દળો એક થઈને મહામોરચો બનાવી તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ મામલે પટનામાં એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. જેમાં એક સાથે ચૂંટણી લડવાની સહમતી દર્શાવવામાં આવી છે. બીજી બાજુ ભાજપ પણ પોતાની તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. યુનિફોર્મ સિવિલ કોડ સહિતની મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય બની છે. ત્યારે ચૂંટણીના પરિણામને લઈને એક ખાનગી સર્વે સામે આવ્યો છે. જેમાં ફરી ભાજપ સત્તા પર આરૂઢ થઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

અહીં ભાજપ અને કોંગ્રેસ બન્યા ભાઈ-ભાઈ, સાથે મળીને ચલાવશે સરકાર, વિપક્ષમાં  રહેશે મમતાની પાર્ટી | congress and bjp become part of the alliance in  meghalaya

બીજેપી ગઠબંધન આસાનીથી સરકાર બનાવી શકે છે
આગામી સમયમાં સરકાર આ મામલે કાયદો પણ બનાવી શકે છે. આવી સ્થિતિ વચ્ચે મતદારોનો મિજાજ શું છે તે મામલે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. જો આજે ચૂંટણી યોજાઈ તો ભાજપ સત્તામાં આવે કે કોંગ્રેસ સહિત વિપક્ષે દળ બહુમતી હાસિલ કરે? તેવા અનેક સવાલો લોકોમાં ઉભા થઈ રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઇને તાજો સર્વે સામે આવ્યો છે. જેમાં ચોંકાવી દેનારા પરિણામ સામે આવ્યા છે. ચોકાવી મુક્તિ વાત એ છે કે તમામ વિપક્ષી પક્ષો એક થઈને પણ વધુ સફળતા હાંસલ કરી શકે તેમ નથી! પરિણામે બીજેપી ગઠબંધન આસાનીથી સરકાર બનાવી શકે છે તે દેખાઈ રહ્યું છે.

રાહુલ ગાંધીએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા, CM કેજરીવાલે પણ પાઠવ્યો  ખાસ સંદેશ | rahul gandhi wished pm modi birthday

60% લોકોનું ટેલિફોનિક સંપર્ક
ટાઈમ્સ નાઉ, નવ ભારત અને ઇડીજી દ્વારા કરવામાં આવેલા લોકસભા ચૂંટણીના સર્વેને લઈને પરિણામ સામે આવ્યા છે. જેમાં બીજેપી નેતૃત્વ વાળી એનડીએ ફરીથી સરકાર બનાવી શકે છે અને સર્વેમાં બીજેપી ગઠબંધન પાર્ટીને 285 થી 325 સીટો મળી રહી છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધનના ખાતામાં 111 થી 149 સીટો આવી શકે છે. તેમજ તૃલમુલ કોંગ્રેસને 20 થી 22 અને વાયએસઆરપી 24 થી 25,  બીજેડીને 12 થી 14, બી.આર.એસ ને નવ થી 11,  આમ આદમી પાર્ટીને ચારથી સાત તેમજ સપાને ચારથી આઠ અને અન્યના ખાતામાં 18 થી 38 સીટો જાય તેવું જાણવા મળી રહ્યું છે. સર્વે એજન્સીનો દાવો છે કે આ સર્વેમાં અનેક લોકો સાથે વાત કરવામાં આવી હતી. 60% લોકોનું ટેલિફોનિક અને 40% લોકોના રૂબરૂ મુલાકાત કરી અને સવાલો પૂછ્યા બાદ સર્વે તૈયાર કરવામાં આવ્યો છે.

અગાઉ આવ્યો હતો સર્વે
નોંધનીય છે કે વર્ષની શરૂઆત દરમિયાન જ ચૂંટણીને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ઇન્ડિયા ટુડે અને સી વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની પણ કોઈ પ્રતિકૂળ અસર પડી હોય તેવું લાગતું નથી! જેના પરિણામે એનડીએ 298 સીટો, યુપીએને 153 સીટો મળે તેવો દાવો કરવામાં આવ્યો હતો. તેમજ અન્યના ખાતામાં 92 સીટો જાય તેવો દાવો કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ