બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A new revelation in the Surat police constable Harshina Chaudhary suicide case

સુરત / કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરી આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટ, પ્રેમ સંબંધ, અકસ્માત અને દસ દિવસનું રહસ્ય ખૂલ્યું

Vishal Khamar

Last Updated: 04:51 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં સિંગણપુર પોલીસ મથકની મહિલા કોન્સ્ટેબલે કરેલ આપઘાત મામલે નવો ખુલાસો થવા પામ્યો છે. જેમાં મહિલાને અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સબંધ હતો. જેના પગલે બંને વચ્ચે મન દુઃખ થયા બાદ મહિલાએ આ પગલું ભર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સિંગણપુર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરી ના આપઘાત મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે પોલીસ તપાસમાં કેટલીક ચોકાવનારી વિગતો અને વાતો સામે આવી છે જેમાં મૃતક પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીને સુરત શહેર પોલીસના જ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈએ સાથે પ્રેમ સંબંધ હતા અને તેને પગલે બંને વચ્ચે થોડું મન દુઃખ થયા બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીએ આપઘાત કરી લીધો હોવાનું વિગતો સામે આવી છે

 

મૃતક મહિલાને સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા યુવક સાથે પ્રેમ સબંધ હતો
સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીએ બે દિવસ પૂર્વે આપઘાત કરી લીધો હતો ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાની ઘટનામાં પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. તપાસમાં એવી વિગતો સામે આવી છે કે મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીને સુરત સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પ્રશાંત ભોયે નામના એક પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ હતો.  જોકે છેલ્લા દસ દિવસથી બંને વચ્ચે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. તેનું કારણ પણ એ જ હતું કે પ્રશાંત ભોએને અકસ્માત થતા તે પોતાના વતન ડાંગમાં જતો રહ્યો હતો અને ત્યાં તેના ગામમાં મોબાઇલ નેટવર્ક આવતું ન હતું.

વધુ વાંચોઃ ગુજરાતીઓ સાચવજો! આગામી 5 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં છે ભારે હીટવેવની આગાહી

પીનાકીન પરમાર (DCP સુરત પોલીસ)

બંને વચ્ચે સંપર્ક કરાઈ ગયો હતો
 બીજી તરફ પોલીસ તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે પ્રશાંત ભોએ અને હર્ષિના વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. જેમાં પ્રશાંત ભોએ સતત હરશીનાને લગ્ન કરી લેવા માટે દબાણ કરતો હતો. બીજી તરફ હસીના ચૌધરી લગ્ન માટે તૈયાર ન હતી. અને થોડી રાહ જોવા જણાવતો હતી. જોકે આ મામલે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એ દરમિયાનમાં પ્રશાંત ભોઈને અકસ્માત થયો. અને દસ દિવસ સુધી તે પોતાના વતન ડાંગના ગામમાં જતો રહ્યો હતો. જેને લઇને બંને વચ્ચે સંપર્ક કપાઈ ગયો હતો. આ મુદ્દે જ માઠું લાગી આવતા અરસીનાએ આત્મહત્યા કરી લીધી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે જોકે સમગ્ર ઘટનામાં સાચું શું છે એ હજુ પોલીસ તપાસ પૂરી થયા પછી જ ખબર પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ