બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / A meeting of Congress MLAs will be held on September 12 before the three-day session of the Gujarat Legislative Assembly

રાજનીતિ / 12 સપ્ટેમ્બરે યોજાશે કોંગ્રેસના ધારાસભ્યોની મીટિંગ, બેઠકમાં સરકારને વિવિધ મુદ્દે ઘેરવાની ઘડાશે રણનીતિ

Dinesh

Last Updated: 09:11 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhinagar news : ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્ર પહેલા 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળશે, બેઠકમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે

  • વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક
  • 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક
  • સમી સાંજે ધારાસભ્યની મહત્ત્વની બેઠક બોલાવી 


ગુજરાત વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળવાની છે, જે બેઠકમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે, આગમી 13 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે. 

11 જેટલા સુધારા વિધેયક બિલ ગૃહમાં રજૂ કરશે
13 સપ્ટેમ્બરથી ત્રિદિવસીય ચોમાસા સત્રનો આરંભ થશે. જેમાં 11 જેટલા સુધારા વિધેયક બિલ ગૃહમાં રજૂ કરાશે. સત્રના પ્રથમ દિવસે રાજ્ય સરકાર OBC કમિશનનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે. ગૃહમાં કેટલાક બિલ પસાર થવાના છે જેના વિરોધને લઈ કોંગ્રેસ બેઠક યોજી રણનીતિ ઘડશે.

પેપરલેસ વિધાનસભા
આ વખતે વિધાનસભા સત્ર પેપરલેસ હશે. જેને લઈ થોડા દિવસ અગાઉ ધારાસભ્યો ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે તાલીમ મેળવી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં આગામી 13 થી 15 સપ્ટેમ્બર સુધી સત્ર મળનાર છે. જેને લઈ ભાજપે પણ તમામ ધારાસભ્યોને આ સત્રમાં હાજર રહેવા કહ્યું છે. વિગતો મુજબ આ સત્રમાં 5થી વધુ બિલ પસાર થવાના હોય ગૃહમાં બહુમતી જરૂરી છે. જેને લઈ ભાજપના દંડકે વ્હીપ જાહેર કરી તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ