બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / A Kolhapur couple rode a water-tanker on their wedding day

અનોખો વિરોધ / VIDEO : વાહ અદ્દભૂત ! નવવિવાહિત કપલે વોટર ટેન્કર પર બારાત કાઢી, લખ્યું- માગ પૂરી થાય પછી જ હનીમૂન

Hiralal

Last Updated: 04:00 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક કપલે પોતાના શહેરની પાણીની તંગી પર સત્તાવાળાઓનું ધ્યાન ખેંચવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • મહારાષ્ટ્રના કોલ્હાપુરના નવપરણિત કપલનો અનોખો વિરોધ
  • લગ્નના દિવસે વોટર ટેન્કર પર બેસીને સવારી કાઢી
  • કપલે હનીમૂન ન મનાવવાનો પણ કર્યો નિર્ણય 

પાણીની અછતને લઈને લોકો જાતજાતના વિરોધ પ્રદર્શન કરતા હોય છે. લોકો અવનવી રીતે પાણીની તંગીનો વિરોધ કરતા હોય છે પરંતુ મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક કપલે શહેરમાં પ્રવર્તી રહેલી પાણીની તંગીનો વિરોધ કરવા જે માર્ગ અપનાવ્યો તે અનોખો છે. કપલે પોતાના લગ્નના દિવસે વોટર ટેન્કર પર બેસીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. 

જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી હનીમૂન નહીં- કપલે વોટર ટેન્કર પર લખ્યું
પાણીની તંગીનો વિરોધ કરવા કપલ લગ્નના દિવસે વોટર ટેન્કર પર સવાર થઈને નીકળ્યું હતું. કપલે વોટર ટેન્કર પર જે લખ્યું તે પણ ખૂબ દિલને સ્પર્શી લેવા માટે પૂરતું છે. કપલે વોટર ટેન્કરના આગળના ભાગે લખ્યું કે જ્યાં સુધી શહેરની પાણીની તંગીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ હનીમૂન નહીં મનાવે છે. તેમનો આ પ્રયાસ ખૂબ ઉમદા છે અને આશા રાખીએ કે સત્તાવાળાઓ ત્વરિત તેમની સમસ્યાનો ઉકેલ લાવે અને કપલને ખુશખબર આપે. 

વોટર ટેન્કર પર બેઠા વર અને વધૂ, લોકો પાછળ નાચતા રહ્યાં
વર અને વધૂ વોટર ટેન્કર પર બેઠા હતા અને તેની પર પ્લાસ્ટિકના માટલા પણ મૂકાયેલા જોવા મળ્યાં હતા. વોટર ટેન્કરની બારાતની પાછળ લોકો રસ્તા પર મનમૂકીને નાચી રહ્યાં હોવાનું પણ જણાતું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ