બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / A girl who tried to commit suicide in Surat was rescued by the police

ડિપ્રેશન / આપઘાતની તૈયારી..! વિદ્યાર્થિનીએ પંખે દોરડું બાંધી સ્ટેટસમાં મૂક્યો ફોટો, મિત્રએ જોતાં મધરાતે સુરત પોલીસ થઈ દોડતી, બારણું ખોલ્યું અને..

Dinesh

Last Updated: 09:53 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની આત્મહત્યા કરે તે પહેલા જ ખટોદરા પોલીસે તેને બચાવી લીધી છે

  • સુરતમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીને બચાવાઇ 
  • સ્ટેટસમાં પંખા સાથે દોરડું બાંધેલું એક ફોટો મૂક્યો હતો
  • સુરત પોલીસ કંટ્રોલરૂમમાં આ બાબતે માહિતી મળી હતી 


વર્તમાન સમયમાં નાની નાની વાતોમાં માનસિક તણાવમાં આવીને કેટલાક લોકો અયોગ્ય પગલું ભરી લેતા હોય છે. કોઈ વ્યક્તિ આર્થિક સંકળામણમાં તો કોઈ વ્યક્તિ પારિવારિક કંકાસમાં કે, પછી કોઈ યુવક કે યુવતીએ પરીક્ષાના ટેન્શનમાં આપઘાત કર્યો હોવાની ઘટનાઓ ભૂતકાળમાં ઘણીબધી સામે આવી ચૂકી છે. ત્યારે સુરત પોલીસ મેડિકલના અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થીનીનો જીવ બચાવ્યો છે. વોટ્સએપ સ્ટેટસમાં પંખા સાથે દોરડું બાંધેલો ફોટો વિદ્યાર્થીનીએ મૂક્યો હતો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલમાં આ બાબતે વિદ્યાર્થીનીના કોઈ મિત્ર દ્વારા જાણ કરાઇ હતી ત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા રાત્રિના સમયે ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી વિદ્યાર્થીનીને સમજાવી અને તેનું જીવ બચાવ્યો હતો. 

દોરડું બાંધેલું ફોટોનો સ્ટેટસ રાખ્યો
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની આત્મહત્યા કરે તે પહેલા જ ખટોદરા પોલીસની ટીમ દ્વારા આ વિદ્યાર્થીનીનો જીવ બચાવવામાં આવ્યો હતો આ ઘટના બુધવારે મોડી રાતની છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં રહેતી અને ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પોતાના અમુક મિત્રોને દેખાય તે રીતે પંખા સાથે દોરડું બાંધેલું એક ફોટો મૂક્યો હતો. આ વાતની જાણ વિદ્યાર્થીના દેહરાદૂનના એક મિત્રને થતા તેણે તાત્કાલિક જ સુરત પોલીસ કંટ્રોલરૂમમાં આ બાબતે જાણ કરી હતી. પોલીસ કંટ્રોલ રૂમ તરફથી આ બાબતે ખટોદરા પોલીસને માહિતી આપવામાં આવી હતી. 

પોલીસ રાત્રે 1 વાગ્યે હોસ્ટેલ પહોંચી
કંટ્રોલરૂમમાંથી આ પ્રકારની માહિતી મળતા જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સુશીલા ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ શિવરાજ સિંહ, પોલીસ કોન્સ્ટેબલ ભરત પ્રજાપતિ અને પોલીસ કોન્સ્ટેબલ મનીષા બગડા તાત્કાલિક જ પોલીસ ઇન્સ્પેક્ટરનો વાહન લઈ રાત્રે 1 વાગ્યે નવી સિવિલ હોસ્પિટલના ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં પહોંચ્યા હતા. મહત્વની વાત છે કે ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફ પાસે જ્યારે કંટ્રોલમાંથી કોલ આવ્યો ત્યારે બાઈક જ હતું પરંતુ વરસાદ હોવાના કારણે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરની વાન લઈને નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ફિઝીયોથેરાપી હોસ્ટેલમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ હોસ્ટેલના વોર્ડનને સમગ્ર બાબતે જાણ કરી હતી. પોલીસે વિદ્યાર્થીનીને રૂમની બહાર આવવા માટે જણાવ્યું હતું પરંતુ વિદ્યાર્થીની રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તે પોલીસ કર્મચારીઓને અહીંથી ચાલ્યા જાવ તેવું કહેતી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની સમજાવવામાં આવી હતી ત્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો હતો. 

વિદ્યાર્થીનીને સમજાવવામાં આવી 
વિદ્યાર્થીનીએ રૂમનો દરવાજો ખોલતાં જપોલીસ કર્મચારીઓ રૂમમાં પ્રવેશી ગયા હતા અને તેમણે જોયું હતું કે વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાવા માટે પંખા સાથે એક દોરડું બાંધ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીની પરસેવે રેબજેબ હતી. વિદ્યાર્થીનીની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, પરીક્ષાની તૈયારી પૂરતા પ્રમાણમાં ન થઈ હોવાના કારણે આ વિદ્યાર્થીની ડિપ્રેશનમાં આવીને આપઘાત કરવા જઈ રહી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીનીના પિતા કે જે અંકલેશ્વરના વતની છે તેમને સુરત બોલાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ