ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / a girl Raped by heathen threatening to make the video viral

ચેતી જજો / વડોદરાની લાલબત્તી સમાન ઘટના ! સોશિયલ મીડિયા પર ફોટા-VIDEO શેર કરતા પહેલા વિચારજો

Published By: Khyati

Last Updated: 01:58 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જોજો ક્યાંક સોશિયલ મીડિયાનું ઘેલુ તમને મુશ્કેલીમાં ન મૂકી દે. પર્સનલ ફોટો શેર કરતા પહેલા સાવધાન

ADVERTISEMENT

  • વડોદરામાં વિધર્મી યુવકે યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
  • વીડિયો વાયલર કરવાની ધમકી આપી આચર્યુ દુષ્કર્મ
  • પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીની કરી ધરપકડ

જો તમે તમારા ફોટો સોશિયલ મીડિયા પર અવારનવાર પોસ્ટ કરતો હોવ તો જરા સાવધાન થઇ જજો !   ક્યાંક તમે મુશ્કેલીમાં ન મુકાઇ જાઓ. ફોટા સાથે મોર્ફિંગ કરવુ તથા તેનો દુરપયોગ કરવાની અવારનવાર ઘટનાઓ બનતી રહે છે ત્યારે વડોદરામાં પણ એક વિધર્મી યુવકે યુવતીના ફોટો સાથે છેડછાડ કરીને વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે.

વાયરલ કરવાની ધમકી આપી આચર્યુ દુષ્કર્મ

જી, હા વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે કે વિધર્મી યુવકે યુવતીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું.  યુવકે વીડિયો કોલિંગ પર વાત કરીને સ્ક્રિન રેકોર્ડિંગ કર્યું અને ત્યારબાદ તે વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું. ઘટનાને પગલે પોલીસે આરોપી યુવક ઇઝહાર દીવાનને ઝડપી પાડ્યો છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડ્યો. 

મારા ફોટાનો વીડિયો બનાવીને બ્લેકમેઇલ કરતો

આ અંગે યુવતીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે અમે ભણવા જતા હતા. તેણે મારી સાથે ફ્રેન્ડશિપ કરી. ત્યારબાદ તેણે મારા સોશિયલ મીડિયામાંથી ફોટો લઇને મને બ્લેકમેઇલ કરવાનું ચાલુ કરી દીધું. તેની આ હરકતથી કંટાળીને ત્રાસીને મે ઘરે જાણ કરી. ત્યારબાદ કરજણ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી. મારી માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય. 

સંકળાયેલા મુદ્દાઓ

કરજણ પોલીસ દુષ્કર્મ બ્લેકમેઇલ વિધર્મી યુવક સોશિયલ મીડિયા vadodara

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ