બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / A fire broke out in a textile bag manufacturing company in Delhi

આગ / દિલ્હીમાં ગત મોડી રાત્રે ત્રણ ફેક્ટરીઓમાં ભભૂકી ઉઠી આગ, ફાયર વિભાગની 12 ગાડીઓ મોકલવી પડી

Khyati

Last Updated: 08:34 AM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના કિર્તીનગર ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગતા મચી દોડધામ, કાપડના બેગ બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં લાગી હતી આગ

  • દિલ્હીમાં  કિર્તીનગર ઔદ્યોગિક ક્ષેત્રમાં લાગી આગ
  • એક ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ
  • ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ


એક તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ આગ લાગવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગત મોડી રાતે દિલ્હીમાં મોટી આગની દુર્ઘટના બની.  દિલ્હીના કિર્તીનગર ઔદ્યોગિક ક્ષેત્રમાં એક ફેક્ટરીમાં આગ લાગી. જોત જોતામાં તો આગે વિકરાળ રુપ ધારણ કરી લીધું અને ત્રણ કંપનીઓ આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઇ ગઇ. ભીષણ આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.  હાલમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે. 

ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લાગી આગ 

કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી ફાયર બ્રિગેડને કીર્તિ નગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગની લાગી હોવાનો લગભગ 1.50એ ફોન આવ્યો હતો.  ફોન કરનારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી કે 7/16 કીર્તિનગર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગી છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી ગંભીર હતી કે ફાયર બ્રિગેડે 12 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવા પડ્યા હતા.

કલાકો સુધી આગને કાબૂમાં લેવા પ્રયાસ

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કલાકો સુધી આગ પર કાબૂ મેળવાવનો પ્રયાસ કરવામાં આવ્યો. ફાયર બ્રિગેડના 12 ફાયર ટેન્ડરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થળ પર હજુ પણ કૂલિંગ ઓપરેશન ચાલુ છે. આગ કાપડની થેલી બનાવતી કંપનીના મેન્યુફેક્ચરિંગ અને પ્રિન્ટિંગ યુનિટમાં લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

3 કંપનીઓ આગની ચપેટમાં

આગ એટલી વિકરાળ હતી કે અન્ય 3 ફેક્ટરીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. કાપડની થેલી બનાવતી કંપનીના મેન્યુફેક્ચરિંગ અને પ્રિન્ટિંગ યુનિટની સાથે એક ફર્નિચર ફેક્ટરી અને ફેબ્રિકેશનના રફ મટિરિયલ્સની ફેક્ટરી પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી.  આ ત્રણેય ફેક્ટરીઓ લગભગ 500 ચોરસ યાર્ડ વિસ્તારમાં ફેલાયેલી છે. જો કે કંપનીનો કિંમતી માલ બળીને ખાખ થઇ ગયો પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યુ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ