બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / A big relief to the general public due to the reduction in the price of tomato

મોટી રાહત / ટામેટાના ભાવમાં ઘટાડો થતા સામાન્ય જનતાને મોટી રાહત, જાણો કિંમત 200 રૂપિયાથી ઘટીને સીધી કેટલે પહોંચી

Malay

Last Updated: 02:40 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Decrease in tomato prices: ગુજરાતમાં ટામેટાના ભાવને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જથ્થાબંધ અને છૂટક બજારના ટામેટાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

  • ગુજરાતમાં ટામેટાના ભાવમાં ઘટાડો 
  • 120 રૂપિયા પ્રતિકિલો થયા ટામેટા 
  • ભાવ ઘટતા આમ આદમીને રાહત 

ગુજરાતની ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટામેટા સાથે કોથમીરની આવક વધતા રિટેલ કિંમતોમાં રાહતજનક ઘટાડો થયો છે. છેલ્લા ઘણા સમયથી આસમાને પહોંચેલા ટામેટાના ભાવમાં હવે ઘટાડો આવતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 200 રૂપિયાએ પહોંચેલા ટામેટાનો ભાવ અત્યારે 120 રૂપિયા થયો છે. આગામી સમયમાં ટામેટાના ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

ટામેટાના જથ્થાબંધ ભાવમાં થયો મોટો ઘટાડો, 10-20 રૂપિયે કિલોના ભાવે વેચાવા  લાગી શાકભાજી | wholesale tomato prices gujarat vegetable market
ફાઈલ ફોટો

હોલસેલ માર્કેટમાં 80 રૂપિયાએ પહોંચ્યો ભાવ
200 રૂપિયાએ પહોંચેલા ટામેટાનો ભાવ 120 રૂપિયા થયો થોડા દિવસ અગાઉ હોલસેલમાં ટામેટાનો પ્રતિ કિલો રૂ.200ને વટાવી ગયેલો ભાવ અત્યારે જથ્થાબંધ બજારમાં 80 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યો છે. જ્યારે છૂટક બજારમાં પણ ટામેટાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છૂટક બજારમાં ટામેટાનો પ્રતિકિલો ભાવ 120 રૂપિયાએ પહોંચ્યો છે. બજારમાં ટામેટાની આવકમાં વધારો જોવા મળતા ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રથી ટામેટાની આવક વધવાના કારણે આ અસર જોવા મળી રહી છે.

હોલસેલ અને છૂટક ભાવમાં તફાવત 
હોલસેલ અને રિટેલ માર્કેટમાં ટામેટાના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. હોલસેલ માર્કેટમાં 80 રૂપિયે જ્યારે લારી પર 120 રૂપિયા કિલો ટામેટા વેચાઈ રહ્યા છે. હોલસેલ અને રિટેલમાં ભાવમાં ફેરક બદલ વેપારીએ પ્રતિક્રિયા આપી છે. વેપારીએ જણાવ્યું કે, હોલસેલમાં 25 કિલોનું કેરેટ ફરજિયાત લેવું પડે છે. આ કેરેટમાં અનેક બગડેલા ટામેટા આવતા હોય છે. જેના કારણે તે ફેંકી દેવામાં આવ્યા છે. આ કારણે રિટેલ અને હોલસેલમાં ટામેટાના ભાવમાં તફાવત છે. 

ટામેટાંના ભાવ સાંભળી ગૃહિણીઓ 'લાલઘુમ': ચોમાસું શરુ થતાં જ 160થી 200 રૂપિયા  પ્રતિ કિલો રેટ પહોંચ્યા | With the onset of monsoon the price of tomato  increases drastically
ફાઈલ ફોટો

ગૃહિણીઓમાં બોલી ગયો હતો દેકારો
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ ગુજરાત સહિત દેશભરમાં ટામેટાનો ભાવ બેકાબુ બન્યો હતો. ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિકિલોને વટાવી જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. ટામેટાના ભાવમાં ભડકાથી મધ્યમ વર્ગના લોકોના ઘરમાં દેખાતા ઓછા થઈ ગયા હતા. લોકોએ ટામેટા ખાવાનું બંધ કરી દીધું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ