જો તમે બેટરી ચાર્જ કરી કરીને થાકી ગયા છો તો તમારા માટે કામના સમાચાર છે. હવે એક એવી બેટરી બજામાં આવી ગઈ છે કે જેને એક વખત ચાર્જ કર્યા બાદ આગલા 28 હજાર વર્ષ સુધી ચાર્જ કરવાની જરૂર નહીં પડે.
આ બેટરીને ફોન, ઇલેક્ટ્રિક ઘડિયાળ, ઇલેક્ટ્રિક કારમાં લગાવી દેવામાં આવે તો તેને ફરી ક્યારેય ચાર્જ કરવાની જરૂર નહીં પડે. આ બેટરી વિષેની ખાસ વાતો જાણવા જેવી છે.
હવે તમને તમારો મોબાઈલ ચાર્જ કરવાની જરૂર નહીં પડે
આજના જમાનામાં આપણો અડધો સમય આપણા ફોન, ઇલેક્ટ્રિક ઘડિયાળ કે ઇલેક્ટ્રિક ગાડીને ચાર્જ કરવામાં જતો રહે છે. જો કે આ ઝંઝટમાંથી જલ્દી જ આઝાદી મળવા જઈ રહી છે. હવે તમને તમારો મોબાઈલ ચાર્જ કરવાની જરૂર નહીં પડે.
એકવાર પૂર્ણ ચાર્જ થયા પછી તેને 28 હજાર વર્ષ ચાર્જ કરવાની જરૂર નહીં
કેલિફોર્નિયાની એક કંપનીએ એવી બેટરી બનાવી છે કે એકવાર પૂર્ણ ચાર્જ થયા પછી તેને 28 હજાર વર્ષ ચાર્જ કરવાની જરૂર રહેશે નહીં. એટલે કે જો આ બેટરીઓ કોઈ ફોનમાં અથવા ઘડિયાળમાં ઇન્સ્ટોલ કરેલી હોય, તો પછી તેઓ 28 હજાર વર્ષ સુધી ડિસ્ચાર્જ થશે નહીં.
કાર્બન 14 ન્યુક્લિયર વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી
NDB કંપનીએ આ બેટરી બનાવી છે. તે ખાસ રીતે બનાવાઈ છે. આ બેટરીને એક આર્ટિફિશ્યલ ડાયમંડના નાનકડા બોક્સમાં કાર્બન 14 ન્યુક્લિયર વેસ્ટમાં ફસાવીને બનાવવામાં આવી છે.
બેટરી ઉપર હીરાનું કોટિંગ
આને સેલ્ફ-ચાર્જિંગ બેટરી પણ કહેવામાં આવે છે. જે કંપની આ બેટરી બનાવે છે તે કહે છે કે તેનાથી ઘણા પ્રકારનાં ઉપકરણો ચલાવી શકાય છે. આ બેટરી સાથે, ફોન, ઘડિયાળો, લેપટોપ, કેમેરા, મોનિટર અને અન્ય ઘણા પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલી શકે છે.
કંપનીનો દાવો છે કે આ બેટરી સંપૂર્ણ સલામત છે. તેના ઉપર રેડિયોએક્ટિવ હીરાનું કોટિંગ કરવામાં આવ્યું છે. જેના કારણે રેડિયોએક્ટિવ કિરણો લીક થશે નહીં. પાવર બેટરીની અંદર જ સ્ટોર કરવામાં આવશે. આ પાવર તેમાં હીરા અને કાર્બનના રિએક્શનને કારણે પ્રોડ્યુસ થશે.