Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જસદણઃ 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હવે 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે

જસદણઃ 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા  હવે 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે
રાજકોટઃ 20 ડિસેમ્બરે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યા હતાં. કુલ 15 ઉમેદવારોએ જસદણ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

જોકે હવે 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે. 20 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય હરીફાઇ રહેશે.

બન્ને પક્ષ વચ્ચે ખરાખરીનો જંગ
ત્યારે આ જસદણની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. બન્ને પક્ષો દ્વારા પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે ઉતારવામાં આવ્યા છે. ભાજપ તરફથી મનસુખ માંડવિયા પરસોત્તમ રૂપાલા ગોવિંદ પટેલ લાખા સાગઠિયા પ્રચાર માટે મેદાને ઉતર્યા છે.

તો બીજી તરફ કોંગ્રેસે લલિત વસોયા બ્રિજેશ મેરજા લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ઈન્દ્રનીલ રાજ્યગુરુની ટિમ પણ આડકતરી રીતે કોંગ્રેસનો પ્રચાર કરી રહી છે. મહત્વનુ છે કે હાલમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. આ દરમિયાન જસદણની ચૂંટણી મામલે ચર્ચાઓ પણ થઈ શકે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ