77 વર્ષીય બોલિવુડ અભિનેતા- દિગ્દર્શક અમોલ પાલેકર જૂની બીમારીને કારણો હોસ્પિટલમાં કરાયા ભરતી, પત્નીએ સ્વાસ્થ્ય અંગે મીડિયાને આપી માહિતી
અમોલ પાલેકરની તબિયત લથડી
પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ
'તબિયત પહેલા કરતા સારી છે'- સંધ્યા ગોખલે
1970 અને 80ના દાયકાના અભિનેતા અમોલપાલેકરની તબિયત ખરાબ હોવાથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 77 વર્ષીય અમોલપાલેકરના પત્નીએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે અમોલ પાલેકરની તબિયત અંગે ચિંતા કરવાની કોઇ જરુર નથી. તેઓ સ્વસ્થ થઇ રહ્યા છે તેમની તબિયત પહેલા કરતા સારી છે.
અમોલ પાલેકરને શું છે બીમારી ?
અમોલ પાલેકરને હોસ્પિટલમાં શા માટે ભરતી કરવામાં આવ્યા, તેમને કઇ બીમારી છે આ બાબતે મીડિયા સાથે તેમની પત્નીએ જવાબ આપતા જણાવ્યુ કે તેમને જૂની બીમારી છે. વધારે પડતુ સ્મોકિંગ કરવાને કારણે 10 વર્ષ પહેલા પણ તેઓને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. પરંતુ હાલ તેમની તબિયત સારી છે. મહત્વનુ છે કે અમોલ પાલેકરે 70 અને 80ના દશકામાં રજની ગંધા, છોટી સી બાત, નર્મ ગરમ, ગોલમાલ, ચિચૌર, ભૂમિકા, શ્રીમાન શ્રીમતી, અનકહી, રંગ-બિરંગી, સાવન, બાતો બાતોં મેં જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે મધ્યમવર્ગીય હીરો તરીકે પોતાની ઓળખ બનાવી હતી.
અમોલ પાલેકરે બાજીરાવાચ બેટા, મરાઠી ફિલ્મ શાંતતા, કોર્ટ ચાલુ આહે (1971) થી ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી. હિન્દી-મરાઠી ફિલ્મોના અભિનેતા હોવા ઉપરાંત, અમોલ પાલેકર એક અનુભવી થિયેટર કલાકાર, દિગ્દર્શક અને નિર્માતા તરીકે પણ ઓળખાય છે. તેણે 2005માં શાહરૂખ ખાન અને રાની મુખર્જી અભિનીત ફિલ્મ પહેલીનું દિગ્દર્શન પણ કર્યું હતું.