બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / 55 old people tests covid 19 positive in thane maharashtra even got vaccine omicron coronavirus

કોરોના વિસ્ફોટ / મહારાષ્ટ્રમાં ‘ઓમિક્રોન’નો ડર, થાણેના વૃધ્ધાશ્રમમાં રસી લગાવી ચૂકેલા 67 વૃદ્ધો કોરોના પોઝિટિવ

Dharmishtha

Last Updated: 12:16 PM, 29 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને દુનિયાભરમાં સતર્કતા વર્તવામાં આવી રહી છે.

  • એક વૃદ્ધાશ્રમમાં રસીના બને ડોઝ લઈ ચૂકેલા 55 લોકો કોરોના સંક્રમિત 
  • 62 સંક્રમિત લોકોમાંથી 37 પુરુષ છે અને 25 મહિલાઓ
  • 5 વૃધ્ધાશ્રમના કર્મચારી કોરોના પોઝિટિવ

એક વૃદ્ધાશ્રમમાં રસીના બને ડોઝ લઈ ચૂકેલા 55 લોકો કોરોના સંક્રમિત 

ભારતમાં આને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં થાણે જિલ્લામાં એક વૃદ્ધાશ્રમમાં રસીના બને ડોઝ લઈ ચૂકેલા 55 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. આ ઉપરાંત આ સાત અન્ય લોકો પણ સંક્રમિત છે અને તમામને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.

5 વૃધ્ધાશ્રમના કર્મચારી કોરોના પોઝિટિવ

સાત અન્ય લોકોમાં 5 વૃધ્ધાશ્રમના કર્મચારી છે અને બે તેમના પરિવારના સભ્ય છે. જેમાંથી એક દોઢ વર્ષની બાળકી છે. આ બાદ જિલ્લા પ્રશાસનના ભિવંડી તાલુકાના સોરગાંવ ગામને કન્ટોનમેન્ટ ઝોન જાહેર કરી દીધું છે. આ વૃધ્ધાશ્રમ અહીં સ્થિત છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડો. મનીષ રેંગેએ જણાવ્યું કે ભિવંડી તાલુકાના ખડાવલીમાં સ્થિત ‘માતોશ્રી’ વૃદ્ધાશ્રમમાં રહેનાકા કેટલાક લોકોની તબિયત ખરાબ થવાના સમાચાર મળ્યા બાદ 109 લોકોની મેડિકલ ટીમે તપાસ કરી છે.

 62 સંક્રમિત લોકોમાંથી 37 પુરુષ છે અને 25 મહિલાઓ

તેમણે જણાવ્યું તે તેમાંથી 61 લોકો સંક્રમિત મળ્યા છે. તેઓને થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસને એક નિવેદનમાં જણાવ્યું છે કે કુલ 62 સંક્રમિત લોકોમાંથી 37 પુરુષ છે અને 25 મહિલાઓ છે. જેમાંથી 55 વૃદ્ધાશ્રમમાં રહે છે અને તેમની ઉંમર 60 વર્ષથી વધારે છે. ત્યારે 5 કર્મચારી છે અને 2 અન્ય કર્મચારીઓના પરિવારના સભ્ય છે. જેમાંથી દોઢ વર્ષની બાળકી છે અને એક ગર્ભવતી મહિલા છે.

એક કર્મચારી એવો છે જેણે અત્યાર સુધીના એક પણ ડોઝ લીધો નથી

જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે વૃદ્ધાશ્રમમાં 5 અન્ય શંકાસ્પદ દર્દીને દાખલ કરવામાં આવી છે. અહીં રહેનારા અને સંક્રમિત જોવા મળેલા 55 લોકોનુ રસીકરણ પૂરુ થઈ ચુક્યું છે અને સંક્રમિત જોવા મળેલા ચાર કર્મચારીઓનું પણ રસીકરણ થઈ ચૂક્યું છે. ફક્ત એક કર્મચારી એવો છે જેણે અત્યાર સુધીના એક પણ ડોઝ લીધો નથી.
 
ડોમ્બીવલીમાં પાછા ફરેલા વ્યક્તિમાં ઓમિક્રોન સ્વરુપની ખરાઈ નથી થઈ

ત્યારે દક્ષિણ આફ્રિકામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બીવલીમાં પાછા ફરેલા એક વ્યક્તિમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. કલ્યાણ- ડોમ્બીવલી નગર નિગમના એક અધિકારીએ રવિવારે જાણકારી આપી. કેડીએમસીના અધિકારીના જણાવ્યાનુસાર કોરોના વાયરસમાં સંક્રમિત જોવા મળેલા વ્યક્તિમાં ઓમિક્રોન સ્વરુપની ખરાઈ નથી થઈ. અધિકારીઓના જણાવ્યાનુસાર એક વ્યક્તિ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રીકામાં કેપટાઉન શહેરમાંથી ડોમ્બીવલી આવ્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Maharashtra omicron કોરોના વાયરસ થાણે મહારાષ્ટ્ર coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ