બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / 5 rare yogas are being performed on Ram Navami special puja will be of great benefit know the auspicious moment

ધર્મ / એક-બે નહીં રામ નવમી પર બની રહ્યા છે આ 5 'દુર્લભ યોગ', ખાસ પુજાથી થશે જોરદાર લાભ, જાણો શુભ મુહૂર્ત

Arohi

Last Updated: 12:48 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ નવમી 30 માર્ચ 2023એ છે. આ વર્ષે રામ નવમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે રામ નવમીના દિવસે ઘણા દુર્લભ યોગ બની રહ્યા છે. જાણો તેના શુભ મુહૂર્ત પૂજા વિધિ અને ઉપાય વિશે.

  • રામ નવમી પર બની રહ્યા છે ખાસ યોગ 
  • 5 દુર્લભ યોગ બનશે રામ નવમી પર 
  • જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ 

રામ નવમી 30 માર્ચ 2023એ છે. શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રીના નવમાં અને છેલ્લા દિવસે આવે છે. આ દિવસે રામ મંદિરમાં શ્રીરામના ભવ્ય શણગાર થાય છે. 

રામલલાના જન્મ સમયે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે અને ઢોલ નગારા વગાડવામાં આવે છે. આ વર્ષે રામ નવમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે રામ નવમીના દિવસે ઘણા દુર્લભ યોગ બની રહ્યા છે જેમાંથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. આવો જાણીએ રામ નવમી પર પૂજાનું મુહૂર્ત અને શુભ યોગ. 

રામ નવમી 2023 શુભ મુહૂર્ત 
પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ 29 માર્ચ 2023એ રાત્રે 9 વાગીને 07 મિનિટ પર આરંભ થઈ રહી છે. નવમી તિથિની સમાપ્તિ 30 માર્ચ 2023એ રાત્રે 11.30 મિનિટ પર થશે. 

  • રામ લલાની પૂજાનું મુહૂર્ત- સવારે 11.17- બપોરે 1.46 
  • અભિજીત મુહૂર્ત- બપોરે 12.01- બપોરે 12.51 

રામ નવમી 2023 શુભ યોગ 
રામ નવમી પર આ વખતે 5 શુભ યોગ ગુરૂ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરૂવારનો સંયોગ બની રહ્યો છે. રામ નવમીના દિવસે આ પાંચે યોગના હોવાના કારણે શ્રીરામની પૂજાનું ફળ મળવાની સાથે જ આ દિવસે કરવામાં આવેલા તમામ કાર્યોમાં સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થશે. 

  1. ગુરૂ પુષ્ય યોગ- 30 માર્ચ 2023, 10.59- 31 માર્ચ 2023, સવારે 6.13 
  2. અમૃત સિદ્ધિ યોગ- 30 માર્ચ 2023, 10.59- 31 માર્ચ 2023, સવારે 6.13 
  3. સર્વાર્થ સિદ્ધિ યોગ- આખો દિવસ 
  4. રવિ યોગ- આખો દિવસ 
  5. ગુરૂવાર- શ્રીરામ ભગવાન વિષ્ણુના 7માં અવતાર છે અને ગુરૂવારનો દિવસ વિષ્ણુજીને વધારે પ્રિય છે. એવામાં રામ જન્મોત્સવ ગુરૂવારના દિવસે હોવાના કારણે મહત્વ વધારે વધી ગયું છે. 

રામ નવમીના દિવસે શું કરવું જોઈએ? 
રામ નવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીરામના કેસર યુક્ત દૂધથી અભિષેક કરો. પછી ઘરમાં રામાયણનો પાઠ કરો. કહેવાય છે કે રામાયણ પાઠ થાય છે ત્યાં શ્રીરામ અને હનુમાનજીનો વાસ રહે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધન વૈભવની વૃદ્ધિ થાય છે. 

રામનવમીના દિવસે એક કટોરીમાં ગંગા જળ રામ રક્ષામંત્ર 'ॐ श्रीं ह्रीं क्लीं रामचन्द्राय श्रीं नम:' નો જામ 108 વખત કરો. હવે ઘરના દરેક ખૂણા-છત પર તેનો છંટકાવ કરો. માન્યતા છે કે તેનાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ