બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / 4 days in Gujarat will cause stormy batting in these districts, IPS officer informs Gujarat Education Department

26 જૂન / ગુજરાતમાં 4 દિવસ આ જિલ્લાઓમાં મેઘો કરશે તોફાની બેટિંગ, IAS અધિકારીએ ગુજરાતના શિક્ષણ વિભાગને કરાવ્યું ભાન, જુઓ સમાચાર સુપરફાસ્ટ

Vishal Khamar

Last Updated: 08:28 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે. તો રવિવારે રાજ્યમાં અકસ્માતનાં ચાર બનાવમાં મહિલા તબીબ, દંપતિ તેમજ વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. બે દિવસીય ઈજિપ્ત પ્રવાસ બાદ વડાપ્રધાન મોડી રાત્રીએ ભારત પરત આવ્યા હતા. જ્યાં ભાજપનાં નેતાઓએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.

ગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 25 જૂનથી ગુજરાતના વધુ વિસ્તારોને ચોમાસુ આવરી લેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27 જૂનથી 2 જૂલાઈ સુધી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે કહ્યું કે, ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદના કારણે મધ્યપ્રદેશમાં પૂર આવી શકે છે. 

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ ગતરોજ વહેલી સવારે ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે અને હવે આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. તેઓએ જણાવ્યું કે હાલ ગુજરાત પર ઓક્ષો ટ્રફ ખુબ મજબૂત છે અને 750 HPA લેવલે સીયરઝોન સર્જાયો છે. તેથી બંગાળની ખાડીમાં બનેલ લોપ્રેશરના કારણે ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં આગામી 4 દિવસ  વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લી વરસાદની આગાહી કરી છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતનાં સુરત, ડાંગ, નવસારી, તાપી, દાદરાનગર, દમણ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજકોટમાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા મહિલા તબીબનું મૃત્યું નિપજ્યું હતું. ત્યારે સવારનાં સુમારે કોઠારીયા રોડ પર રણુંજા મંદિર પાસે બનાવ બન્યો હતો. અકસ્માતમાં ર્ડા. આયુષી વડોદરિયાનું કરૂણ મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મુકી ફરાર થઈ ગયો હતો. આજીડેમ પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

ગુજરાતની કથળતી શિક્ષણનીતિ પર IAS ધવલ પટેલે લખ્યો પત્ર છે.  જેમાં તેઓએ દુઃખ વ્યક્ત કરી શાળાઓની સ્થિતિ અંગે પ્રાથમીક શિક્ષણ સચીવને લખ્યો પત્ર છે.   શાળા પર્વતોત્સવમાં ધવલ પટેલે જે શાળાઓની મુલાકાત લીધી સ્થિતી વર્ણવી છે.  મુલાકાત લીધેલી શાળાઓની હાલત દયનિય હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે.   છોટાઉદયપુરના 6 ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો.  ધવલ પટેલે શાળાઓનું શિક્ષણ અત્યંત નિમ્ન કોટીનું ગણાવ્યું છે.  ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ ન આવડતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.  વધુમાં ધવલ પટેલે જણાવ્યું હતું કે  આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ.  આદીવાસી બાળકો પાસે બીજો કોઇ વિકલ્પ નથી. બાળકો અને વાલીઓ આપણી પર આંધળો વિશ્વાસ મુકે છે. એમની સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ગુજરાતના શિક્ષણની પોલ છતી થઈ છે. 

ગાંધીનગરના કલોલમાં કોલેરાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. કલોલના 40થી વધુ કોલેરાગ્રસ્ત દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કલોલ જઈને કોલેરાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. જે બાદ તેઓ ગાંધીનગર કલેક્ટર, આરોગ્યના અધિકારી સાથે ચર્ચા કરશે. 

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ખેદાન મેદાન થયું છે ત્યારે આજે કોંગ્રેસ ડેલીગેશન ધાનેરામાં વરસાદથી થયેલ નુકસાનના અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યું હતું. જ્યા ડીસામાં કોંગ્રેસ છોડી જતા લોકો મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મોટા આક્ષેપ કર્યા હતા. ડીસા ખાતે આવેલા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે  જેમની સામે સરકારમાં કોઈ ગુના નોંધાયેલા હોય અથવા રાજકીય બાર્ગેનિંગ માટે જતા હોવાનું નિવેદન આપ્યું હતું.

રાજકોટમાં અનેક વખત દૂધમાં ભેળસેળ થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે દૂધમાં ભેળસેળ અટકાવવા સ્થાનિક તંત્ર વધુ એક વખત નિષ્ફળ નીવડ્યું હોવાના બોલતા પુરાવારૂપ વધુ એક વીડિયો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. જેમાં રાજકોટ નજીક સ્થાનિક મંડળીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાના કૌભાંડનો ગ્રામજનોએ પર્દાફાશ કર્યો છે. બેડી, હાડાના વાચકપરના દૂધના કેનમાંથી થોડું ઘણું દૂધ કાઢી લેવામાં આવતું હતું. ત્યારબાદ તેમાં પાણી ભેળસેળ કરવામાં આવતું હતું. દૂધ જેવી પવિત્ર વસ્તુમા ભેળસેળની અભડછટ્ટ કેટલા સમયથી કરવામાં આવતી હતી. તે સહિતના સવાલો ઉભા થયા છે. 

પીએમ મોદીએ તેમની બે દિવસની ઈજિપ્ત મુલાકાત પૂરી કરી લીધી છે. છેલ્લે પિરામીડની મુલાકાત પણ તેમણે લીધી અને ત્યાર બાદ ભારત આવવા તેમણે એરફોર્સના વિમાનમાં ઉડાણ ભરી હતી. હવે તેમની આખી મુલાકાતનો લગભગ 4 મિનિટનો વીડિયો જાહેર થયો છે જેમાં તેમનો તમામ કાર્યક્રમ જોઈ શકાય છે. 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારતના મુસ્લિમો સાથે ટ્રીટમેન્ટવાળા વિવાદિત નિવેદનને લઈને ભારતના નાણામંત્રી નિર્મલા સિતારમણે વળતો જવાબ આપ્યો છે. આ મામલે નિર્મલા સિતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ડેટા વિહીન અને ફાલતુ મુદ્દા ઉઠાવવામાં આવે છે. તેમણે એવું પણ કહ્યું કે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષ આવું જ કરે છે.

કેન્દ્ર સરકાર હવે દેશમાં વીજળીનું બિલ નક્કી કરવા માટે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ પછી ગ્રાહકો દિવસના સમયે વીજ બિલમાં 20% સુધીની બચત કરી શકે છે. પરંતુ રાત્રિના સમયે ગ્રાહકોને 10 થી 20 ટકા વધુ વીજળીનું બિલ ચૂકવવું પડી શકે છે. આ માટે વીજળી (ગ્રાહકોના અધિકારો) નિયમો 2020માં જરૂરી સુધારા કરીને ટાઇમ ઑફ ડે (TOD) ટેરિફની સિસ્ટમ લાગુ કરવામાં આવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ