બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3.5 inches of rain in Jetpur, in the last 24 hours, Megha has hit 44 talukas of Gujarat.

મેઘો મુશળધાર / જેતપુરમાં સવા 3 ઈંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 44 તાલુકામાં મેઘાએ બોલાવી ધડબડાટી

Malay

Last Updated: 07:53 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ હવે કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં કુલ 32 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે.

 

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ જેતપુરમાં સવા 3 ઈંચ વરસાદ
  • સાર્વત્રિક વરસાદથી ડેમમાં પાણીની આવક વધી
  • ગઢડા તાલુકાના લીબાળી ડેમના 3 દરવાજા બે ફૂટ ખોલાયા

દેશના દરેક રાજ્યમાં હાલ વરસાદ પડી રહ્યો છે. લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. 8 જૂને કેરળમાં ચોમાસાએ દસ્તક દીધા બાદ મોટાભાગના રાજ્યમાં વરસાદ પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સાઉથ વેસ્ટ મોનસૂને આખા દેશને કવર કરી લીધો છે. જેના કારણે સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયું છે. ચોમાસું પહોંચ્યું ન હોય તેવો કોઈ વિસ્તાર બાકી નથી. બીજી તરફ દક્ષિણ ના રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાં છલકાયા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ જેતપુરમાં સવા 3 ઈંચ નોંધાયો છે. 

ગુજરાતના 44 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
જ્યારે મેંદરડામાં સવા 2 ઈંચ અને ધ્રોલમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો કુતિયાણામાં 1.5 ઈંચ, ગારિયાધારમાં સવા ઈંચ, હાંસોટમાં 1 ઈંચ, ધારીમાં પોણો ઈંચ, કલ્યાણપુરમાં પોણો ઈંચ, બાબરામાં પોણો ઈંચ, લિલિયામાં પોણો ઈંચ, કુંકાવાવમાં પોણો ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, જામ કંડોરણામાં પોણો ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ, જસદણમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. 

આગામી 24 કલાકમાં....: ગુજરાતમાં વરસાદને લઇ શું કહે છે હવામાન વિભાગ, જાણો  ક્યારથી બેસશે ચોમાસું | Meteorological department predicted normal rain  with strong winds in Gujarat

ગઢડાના લીબાળી ડેમના 3 દરવાજા ખોલાયા
ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. જેથી બોટાદના ગઢડા તાલુકાના લીબાળી ડેમના 3 દરવાજા બે ફૂટ ખોલાયા છે. લીબાળી ડેમના ઉપરવાસમાં ઇતરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસાદ થતાં લીબાળી ડેમમાં 3200 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમનું રૂલ લેવલ 125.50 ફૂટ છે. જેથી ડેમના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા 16 ગામોને એલર્ટ કરાયા છે. બોટાદના રામપરા, કેરાળા માંડવધાર અને ગઢડા એલર્ટ કરાયા છે. જ્યારે અડતાળા, પીપળ, તતાણા અને લાખણકા તેમજ ઇશ્વરિયાને એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના દરેડ, હડમતીયા, લોલીયાણા, પછેગામ, ખેતા ટીબી અને વલ્લભીપુરને એલર્ટ કરાયા છે. 

જૂનાગઢના માળિયાની મેઘલ નદીમાં પૂર 
જૂનાગઢના માળિયામાં ઉપરવાસમાં વરસાદને કારણે સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. તેવામાં માળિયામાં આવેલી મેઘલ નદી ગાંડીતૂર બની છે. મેઘલ નદીમાં અચાનક વધેલા જળસ્તરને કારણે 2 લોકો પાણીમાં તણાયા હતા. જોકે, સ્થાનિક તંત્ર અને લોકોએ બંન્ને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. તો દેવગામ અને હીરણવેલ વચ્ચે ધસમસતા પાણીમાં ટ્રેક્ટર અને બાઇક તણાયું હતું. સદનસીબે બંન્ને ચાલકો સલામત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ