બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / 3,083 kg of gold was seized in the country

ઓહ બાપ રે / કટકો સોનું લેવાના ફાંફા ત્યારે દેશમાં ઝડપાયું 3,083 કિલો સોનું, શું થશે આવડા મોટા ઢગલાનું

Hiralal

Last Updated: 10:43 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરીએ લોકસભાને જાણ કરી છે કે દેશમાં નવેમ્બર 2022 સુધી 3,083 કિલો સોનું જપ્ત કરાયું છે.

  • ભારતમાં મોટાપાયે સોનાની દાણચોરી
  • નવેમ્બર 2022 સુધી દેશમાં 3,083 કિલો સોનું જપ્ત કરાયું 
  • નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરીએ લોકસભામાં આપી માહિતી 

ભારતમાં ખૂબ મોટાપાયે સોનાની તસ્કરી થાય છે અને વિદેશમાંથી લોકો મોટી માત્રામાં ભારતમાં સોનું ઘુસાડે છે જોકે તસ્કરોનો આ પ્લાન કદી પણ સફળ થઈ શકતો નથી કારણ કે સરકારી એજન્સીઓ દ્વારા આવા સોનાને ઝડપી પાડવામાં આવતું હોય છે. 

નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભાને કહ્યું 
સોના સંબંધિત સરકારે સંસદને જે જાણ કરી છે તે ખરેખર ચોંકાવનારી છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે આ વર્ષે નવેમ્બર સુધીમાં 3,083 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. દેશભરમાં 2021માં 2383 કિલો સોનું અને 2020માં 2154 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. 2019માં 3673 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

જાણો કયા રાજ્યોમાંથી કેટલું સોનું મળ્યું
સોનાની દાણચોરીના સૌથી વધુ કેસ કેરળથી આવ્યા છે. કેરળમાં 2022માં 948 કેસમાં 690 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. વર્ષ 2021માં 587 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું અને 2020માં 406 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ 2019માં 725 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. કેરળ ઉપરાંત મહારાષ્ટ્રમાં આ વર્ષે નવેમ્બર 2022 સુધીમાં સોનાની દાણચોરીના 484 કેસ નોંધાયા હતા, જેમાં 474 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. તમિળનાડુમાં 809 કેસ નોંધાયા છે અને 440 કિલો સોનું કબજે કર્યું છે. પશ્ચિમ બંગાળમાં 214 કેસ નોંધાયા છે અને 369 કિલો સોનું જપ્ત કર્યું છે.

સોનાની દાણચોરી મામલે કડક થયા નાણામંત્રી 
નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કસ્ટમ સેક્ટરના અધિકારીઓ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સતત નજર રાખે છે. ગત સપ્તાહે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓને સંબોધિત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કસ્ટમ ડ્યૂટી હોવા છતાં સોનાની દાણચોરી થઇ રહી છે. તેમણે ગુપ્તચર અધિકારીઓને પણ પૂછ્યું હતું કે શું આયાત અને દાણચોરી વચ્ચે કોઈ પેટર્ન અને કડી છે. 

સોના પરની આયાત ડ્યુટી વધારીને 12.5 ટકા કરાઈ 
સ્થાનિક ચલણ પરનું દબાણ ઓછું કરવા અને આયાતને સરળ બનાવવા માટે જુલાઈમાં સોના પરની આયાત ડ્યુટી 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી હતી. 2021-22માં સોનાની આયાત 33 ટકા વધીને 46.14 અબજ ડોલર થઈ છે. ચીન પછી ભારત સોનાનો વિશ્વનો બીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે. 

શું છે જપ્ત કરવામાં આવેલા સોનાનું
ડીઆરઆઈ, કસ્ટમ વિભાગ કે એરપોર્ટ ઓથોરિટી કે બીજી કોઈ સરકારી એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલું સોનું સરકારી ખજાનામાં જમા કરાવી દેવું પડતું હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ