બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 270 traveling teachers of the vadodara district without salary for three months

મહેનતાણું / ભારે કરી! વડોદરા જિલ્લાના 270 પ્રવાસી શિક્ષકોની તો દિવાળી બગડી, છેલ્લા 3 મહિનાથી પગાર જ નથી થયો

Dhruv

Last Updated: 09:21 AM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 3 મહિનાથી પગાર ન આવતા વડોદરા જિલ્લાના 270 પ્રવાસી શિક્ષકોની આ વર્ષે દિવાળી બગડી. એક પ્રવાસી શિક્ષકને ચૂકવવાના હોય છે વધુમાં વધુ રૂ. 10,500.

  • વડોદરા જિલ્લાના પ્રવાસી શિક્ષકોની દિવાળી બગડી
  • જિલ્લાના 270 શિક્ષકો 3 મહિનાથી પગારથી વંચિત
  • સમયસર ગ્રાન્ટ ન આવતા શિક્ષકોનો પગાર અટક્યો

આ વર્ષે વડોદરા જિલ્લાના પ્રવાસી શિક્ષકોની દિવાળી બગડી છે. કારણ કે, વડોદરા જિલ્લામાં ચાલતી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાના કારણે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જોકે પ્રવાસી શિક્ષકોને ચૂકવવામાં આવતું મહેનતાણું સમયસર ન ચૂકવાતું હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. કારણ કે દિવાળી ટાણે જ જિલ્લાના વિવિધ તાલુકાના 270થી પણ વધારે પ્રવાસી શિક્ષકોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો. મહત્વનું છે કે, પ્રવાસી શિક્ષકો માટે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે કે જેના આધારે જ પ્રવાસી શિક્ષકોએ કેટલા તાસ લીધા છે તેની ગણતરી કરીને પગાર ચૂકવાય છે. પરંતુ છેલ્લા 3 મહિનાથી સમયસર ગ્રાન્ટ ન આવતા પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત રહ્યાં છે. આ પ્રવાસી શિક્ષકોને રૂપિયા 10 હજાર 500 પગાર ચૂકવવાનો હોય છે.

એક પ્રવાસી શિક્ષકને વધુમાં વધુ રૂ. 10,500 ચૂકવવાના હોય છે

એક પ્રવાસી શિક્ષકને વધુમાં વધુ રૂ. 10,500 ચૂકવવાના હોય છે. જિલ્લાના પાદરા, કરજણ, સાવલી, ડભોઇ, વડોદરા ગ્રામ્ય અને વાઘોડિયા સહિતના તાલુકાઓના 270 કરતા વધારે પ્રવાસી શિક્ષકોને છેલ્લા ત્રણ મહિનાથી મહેનતાણું ચૂકવવામાં નથી આવ્યું. ગ્રાન્ટ મોડી આવી હોવાના કારણે રજાઓ શરૂ થતા પહેલાં જ પ્રવાસી શિક્ષકોને પગાર ન ચૂકવાતા પ્રવાસી શિક્ષકોની દિવાળી બગડી.

શિક્ષકોની વ્યથા રજૂ કરતા શૈક્ષણિક સંગઠનો પણ મૌન

જોકે આ મામલે શિક્ષકોની વ્યથા રજૂ કરતા શૈક્ષણિક સંગઠનો પણ મૌન છે. તમને જણાવી દઇએ કે, પ્રવાસી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હોય છે. કાયમી શિક્ષકોને તગડો પગાર મળે છે ત્યારે આ જ સંગઠનો ચલાવતા કાયમી શિક્ષકો દ્વારા પ્રવાસી શિક્ષકોના મુદ્દે કોઈપણ પ્રકારનું આંદોલન કે રજૂઆત કરવામાં નથી આવતી. પગારથી વંચિત પ્રવાસી શિક્ષકોમાં પાદરાના 66, કરજણના 37, સાવલીના 32, ડભોઇના 24, વડોદરાના 68 અને વાઘોડિયાના 27 શિક્ષકો સામેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara news vadodara traveling teachers પ્રવાસી શિક્ષકો વડોદરાના પ્રવાસી શિક્ષકો vadodara traveling teachers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ