બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 2024 Under-19 World Cup final match between India and Australia. Australia set India a target of runs to win

IND vs AUS / U19 વર્લ્ડની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ભારતે પકડ જમાવી, ચેમ્પિયન બનવા 254 રનનો ટાર્ગેટ

Pravin Joshi

Last Updated: 07:56 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2024ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2024ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 
  • ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
  • વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 254 રનનો ટાર્ગેટ આપ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2024ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 253 રન કરી શકી હતી અને ભારતને જીત માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેરી ડિક્સને 42 રન ફટકાર્યા હતા જ્યારે સેમ કોન્સ્ટાસ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. હ્યુગ વિબજેને 48 રનનું યોગદાન આપ્યું હતું તો હરજસ સિંહે ફિફ્ટી ફટકારતા 55 રન કર્યા હતા. રેયાન હિક્સ 20 રન ફટકારી આઉટ થયો હતો. ઓલિવર પીકે અંત સુધી રમી 46 રન ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

રાજ લિંબાણીએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી

ભારત તરફથી રાજ લિંબાણીએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. જ્યારે નમન તિવારીએ 2 વિકેટ, સૌમ્યા પાંડે અને મુશીર ખાને 1-1 વિકેટ ઝડપી હતી.  ભારતીય ટીમને 2024 અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી પાંચ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. બ્લુ બ્રિગેડે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને બે વખત હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કાંગારૂ ટીમ ત્રણ વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. 

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન - હેરી ડિક્સન, સેમ કોન્સ્ટાસ, હ્યુગ વિબજેન (કેપ્ટન), હરજસ સિંહ, રેયાન હિક્સ (વિકેટકીપર), ઓલિવર પીક, રાફે મેકમિલન, ચાર્લી એન્ડરસન, ટોમ સ્ટ્રેકર, મહાલી બીર્ડમેન અને કેલમ વિડલર.

વધુ વાંચો : બોલર્સના છોતરા ઉડાવી દીધા આ બેટરે, તોફાની ટી-20 સદી, રોહિત શર્માના રેકોર્ડની બરાબરી

ભારતની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન - આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), પ્રિયાંશુ મોલિયા, સચિન ધાસ, અરવેલ્લી અવનીશ (વિકેટકીપર), મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી, સૌમ્યા પાંડે.

સંકળાયેલા મુદ્દાઓ

INDvsAUS IndiaandAustralia U19WCFinal Under19 WorldCupFinal match IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ