10 march 2020 unseasonal rainfall in Gujarat Weather Forecast
હવામાન /
આ તારીખે ફરીથી ગુજરાતમાં તડાકા ભડાકા સાથે ત્રાટકશે કમોસમી વરસાદ
Team VTV03:30 PM, 07 Mar 20
| Updated: 05:28 PM, 07 Mar 20
કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નથી છોડતો. 5મી અને 6 ઠ્ઠી તારીખે પડેલો વરસાદ ખેડૂતો માટે કાળ સમાન પુરવાર થયો છે. ઘંઉનો ઉભો પાક ભેરાઈ ગયો છે. કમોસમી વરસાદનો ત્રાસ હજુ ખેડૂતો માથે ભમી રહ્યો છે. આવતી 10મી તારીખે ગુજરાતમાં ફરીથી કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી છે.
રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યના વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો
રાજ્યમાં ફરીથી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. માવઠાને કારણે હજુ તો ઉભા ઘંઉ અને કેરીનો પાક ભેરાઈ ગયો છે ત્યાં ફરીથી ગાજવીજ સાથેનો વરસાદ ગુજરાતને ઘમરોળશે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગ મુજબ રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવશે. ફરી સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ રહ્યું છે.
10 માર્ચે રાજ્યમાં ફરી વરસાદની શક્યતા
હવામાન વિભાગ મુજબ 10 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.
બનાસકાંઠા અને દ્વારકામાં વરસાદની સંભાવના
જ્યારે બનાસકાંઠા અને દ્વારકામાં પણ વરસાદની સંભાવના છે. વળી દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ આવી શકે છે.