ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / Yuvraj Singh tweet on Irrfan khan death I know the journey I know the pain

ઇમોશન / ઇરફાનના નિધન પર યુવરાજે કહ્યુ, 'હું જાણું છું તે દર્દ, તેમણે છેલ્લા સમય સુધી લડાઇ કરી હશે'

Published By: Juhi

Last Updated: 06:58 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો દિવસ ઇતિહાસમાં યાદ રહી જશે. જાણીતા એક્ટર ઇરફાન ખાનના નિધનથી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ શોકમાં છે, જેમણે પણ ઇરફાન ખાનના નિધનના સમાચાર સાંભળ્યા તેઓને વિશ્વાસ ના થયો.

ADVERTISEMENT

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે.28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું 

તો બીજી તરફ કેન્સરની બિમારીને માત આપી ચૂકેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે ઇરફાનના નિધન પર શોક વ્યક્ત કરતા ભાવુક ટ્વીટ કર્યુ. વર્ષ 2011 માં વર્લ્ડકપમાં યુવરાજને કેન્સર હોવા છતાં શાનદાર રમીને ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજે વર્લ્ડકપ પછી લંડનમાં પોતાના કેન્સરની સારવાર કરાવી. આ બિમારીને માત આપીને યુવીએ ના તો માત્ર ગ્રાઉન્ડ પર કમબેક કર્યુ પરંતુ શાનદાર ઇનિંગ્સ પણ રમી હતી. 

 

યુવરાજે ટ્વીટ કરતા લખ્યુ કે, ''હું સફરને જાણું છું, દર્દને જાણું છુ અને જાણું છું કે છેલ્લા સમય સુધી તેમણે કેટલી લડાઇ કરી હતી. કેટલાક લોકો ભાગ્યશાળી હોય છે જે જીવી જવા માટે સફળ થઇ જાય છે તો કેટલાક લોકો ભાગ્યશાળી નથી હોતા. મને ખબર છે કે ઇરફાન ખાન તમે સારી જગ્યા જ હશો. મારી સંવેદના તમારા પરિવારની સાથે છે અને ભગવાન તમારી આત્માને શાંતિ આપે.''

 

 

 

 

તો બીજી તરફ સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, મોહમ્મદ કૈફ જેવા ખેલાડીઓ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment India Irrfan Khan Social Media Yuvraj Singh viral Emotions

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ