બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / Yuvraj Singh Jadeja's brother-in-law Kanbha Gohil arrested from Surat
Last Updated: 11:56 AM, 22 April 2023
ADVERTISEMENT
ડમીકાંડ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે યુવરાજસિંહની અટકાયત બાદ હવે તેમના સાળાની ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ યુવરાજસિંહમાં સાળા કાનભા ગોહિલની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈકાલે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
સુરત PCB દ્વારા કરાઈ યુવરાજના સાળાની ધરપકડ
મહત્વનું છે કે, ગઈકાલે યુવરાજસિંહની અટકાયત બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ અને ભાવનગર એસઓજી પોલીસે સાથે મળી યુવરાજના સાળાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવ સિંહની ધરપકડ કરી તેમને લઈ ભાવનગર જવા રવાના થઈ ગઈ છે.
ADVERTISEMENT
મોડી રાત્રે કાનભા વેલેન્જા આવ્યા હતા
યુવરાજના સાળા કાનભા ગોહિલ ભાગીને ગત રાત્રે વેલેન્જા આવ્યા હતા. જ્યાં લોકેશન ટ્રેસ કરી પોલીસ વેલેન્જા પહોંચી હતી. વેલેન્જાથી કાનભા ગાયબ થઈ જતાં ફરી એકવાર લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ દ્વારા અઠવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી મુજબ પોતાના એક મિત્રને ત્યાં કાનભા ગોહિલ રોકાયા હતા.
ભાવનગરમાં ડમીકાંડને લઇ ધરપકડનો દોર
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. વિગતો મુજબ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ કરાઇ છે. આ સાથે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની પણ ધરપકડ કરાઇ છે.
ADVERTISEMENT
રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગત 19મી તારીખે યુવરાજસિંહને તેમના પર થયેલા આક્ષેપો સંદર્ભે એસઓજીની ઓફિસે બોલાવવામાં આવ્યા હતાં પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થવાને કારણે ફરીથી આજે 21 તારીખનો સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ આજે સવારે 12 વાગે હાજર થયેલા હતાં. તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લઈ. ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા છે જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો છે જે નામો ડમીકાંડમાં સામેલ હોવાની શક્યતા છે જે માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ આગળની કાર્યવાહી કરશે અને જવાબદારોની ધરપકડ કરવામાં આવશે.
ADVERTISEMENT
રેન્જ આઈજીએ જણાવ્યું કે, યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. તેમની સમક્ષ હકિકતો મુકવામાં આવી પોલીસ પાસે પાપ્ત થયેલી માહિતીનું વેરિફિકેશન પણ મુકવામાં આવ્યું પણ તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ છે તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી છે જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને આજે યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ આજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.