બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / yash soni and janki bodivala announced they are in relationship
Last Updated: 12:19 PM, 1 May 2022
ADVERTISEMENT
છેલ્લો દિવસનાં એક્ટર્સ યશ સોની અને જાનકી બોડીવાલા રિલેશનશિપમાં
છેલ્લો દિવસથી પોપ્યુલર બનેલા અને પછી ચાલ જીવી લઈએ ફિલ્મથી દર્શકોનાં દિલમાં રાજ કરનાર અભિનેતા યશ સોનીએ લાઈફ પાર્ટનરને લઈને સોશિયલ મીડિયા પર ઓફિશિયલ જાહેરા કરી દીધી છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે પોતાના પ્રેમને જાહેરમાં વ્યક્ત કરી દીધો છે.
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આપી જાણકારી
ADVERTISEMENT
આ વાતની જાણકારી એક્ટર યશ સોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અને જાનકીની તસવીર શેર કરીને આપી છે. તેમણે પોતાની અને જાનકીની ક્યૂટ તસવીર શેર કરી છે અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે મુશ્કેલીઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ અને આ જાહેરાત કરતા આનંદ થયો. અમારા પરિવારનાં આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર.
ADVERTISEMENT
બીજી તરફ એક્ટ્રેસ જાનકીએ પણ આ તસવીર શેર કરી છે અને કેપ્શનમાં યશ સોનીએ લખેલા જ શબ્દો લખ્યા છે.
ADVERTISEMENT
લગ્ન ક્યારે કરશે તે અંગે કોઈ જાણકારી નહીં
ADVERTISEMENT
અભિનેતા યશ અને અભનેત્રી જાનકી લગ્નનાં બંધનમાં ક્યારે બંધાશે, તે વિષે કોઈ જાણકારી મળી નથી, પરંતુ એવું લાગે છે કે કદાચ આ જ વર્ષે તેઓ લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે.
યશ સોની છેલ્લે ચલ જીવી લઈએ ફિલ્મમાં આરોહી પટેલ અને સિદ્ધાર્થ રાંદેરિયા સાથે જોવા મળ્યા હતા.આ ફિલ્મનાં માધ્યમથી તેમણે દર્શકોના દિલ પર કબ્જો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.