બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Wow system! Drama of cleaning garbage in clean bus stand, open poll as video of Anand ST depot goes viral

Video viral / વાહ રે તંત્ર! સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક, આણંદ ST ડેપોનો વીડિયો વાયરલ થતાં ખૂલી પોલ

Vishal Khamar

Last Updated: 06:03 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ ખાતે એસટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારતનાં નામે સફાઈનું નાટક કરી શુભયાત્રા સ્વચ્છ યાત્રાના નામે કચરો વેરી ફોટોગ્રાફી કરી હતી. ત્યારે જાતે કચરો નાંખવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલ ખુલી જવા પામી હતી.

  • આણંદ ST તંત્રનું સ્વચ્છ ભારતના નામે સફાઈનું નાટક 
  • ' શુભયાત્રા સ્વચ્છ યાત્રા'ના નામે કચરો વેરી કરાવી ફોટોગ્રાફી
  • સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક
  • જાતે કચરો નાખવાનો વીડિયો વાઈરલ થતા પોલ ખુલી

રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આણંદ એસટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારતના નામે સફાઈનું નાટક કર્યું હતું. જેમા શુભયાત્રા સ્વચ્છ યાત્રાના નામે કચરો વેરી ફોટાગ્રાફી કરાવી હતી. સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાંખી સફાઈ કરવાનું નાટક કરતો વીડિયો વાયરલ થયો હતો. બસ સ્ટેન્ડમાં જાતે કચરો નાંખવાનો વીડિયો વાઈરલ થતા પોલ ખુલી જવા પામી હતી. ત્યારે આ બાબતે સાંસદ અને ધારાસભ્ય આ ઘટનાથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. 

સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક વ્યક્તિ ડસ્ટબીનમાંથી કચરો એસટી ડેપોમાં નાંખી રહ્યો છે. જે બાદ તમામ મહાનુભાવો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા બાદ એસ.ટી.બસ મથકમાં નાંખવામાં આવેલ કચરાની સાફ સફાઈ કરી હતી. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટનાએ લોકોમાં ભારે ચર્ચાસ્પદ બની હતી. 

કચરો નાંખતો વીડિયો વાયરલ થયો

શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બન્યુ છે. ત્યારે રાજ્યના નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે આશય સાથે 2 જી ડિસેમ્બરનાં રોજ ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ વાહન વ્યવહાર મંત્રી  હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. તેની સાથે જ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધા વધુ સુદ્રઢ કરવા માટે આગામી ૧૦ મહિના સુધી દર મહિને ૨૦૦ એસ.ટી બસો એટલે કે, ૧૦ મહિનામાં કુલ ૨૦૦૦ નવી એસ.ટી બસો મુસાફરોની સુખાકારી અને શુભ યાત્રા માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.
 

વિરામનાં સમયે સ્વચ્છતા કર્મીઓ દ્વારા 10 મિનીટમાં બસ નેટ એન્ડ ક્લીન કરી દેવામાં આવશેઃ હર્ષ સંઘવી
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો શુભારંભ કરાવતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમમય બની રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે. તે અંતર્ગત રાજ્ય સરકારે કેટલાક નવીન આયામો હાથ ધર્યા છે જેમાં બસ સ્ટેશન ખાતે વિરામના સમયે પહોંચેલી એસ.ટી બસ સ્વચ્છતા કર્મીઓ દ્વારા ૧૦ મિનીટમાં નીટ એન્ડ ક્લીન કરી દેવામાં આવે ત્તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તે ઉપરાંત નિગમ દ્વારા પી.પી.પી ધોરણે વિકસાવેલા બસ સ્ટેશનો સિવાયના તમામ બસ સ્ટેશન ઉપર શૌચાલયના વપરાશ માટે લેવામાં આવતા પે એન્ડ યુઝ ચાર્જીસ પણ માર્ચ-૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ રીતે બંધ કરીને પે એન્ડ યુઝ શૌચાલયોની સુવિધા નિ:શુલ્ક કરી દેવાશે. પે એન્ડ યુઝ થકી નિગમને સવા કરોડ રૂપિયાની આવક થાય છે. પરંતુ પ્રજાના હિત માટે આ રકમ જતી કરી પે એન્ડ યુઝ શૌચાલય નિશુલ્ક સેવા આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો હતો.

QR કોડ મારફતે બસ અને ડેપોની સ્વચ્છતા અંગે ફિડબેક આપવા અપીલ કરી
તેમણે કહ્યું કે, હવે મુસાફરો બસ અને બસ સ્ટેશનોની સ્વચ્છતાનો અભિપ્રાય પણ આપી શકશે. જે માટે ખાસ પેસેન્જર ફિડબેક સિસ્ટમ QR કોડ હશે. નિગમના અધિકારીશ્રીઓ દ્વારા સ્વચ્છતાની કામગીરીનું સમયસર ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુશન કરાશે. આ QR કોડ મારફતે બસ અને ડેપોની સ્વચ્છતા અંગે ફિડબેક આપવા સૌ નાગરિકોને મંત્રીએ અપીલ કરી હતી.

 

રાજ્યકક્ષાનો ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે
રાજ્યના તમામ બસ સ્ટેશન ઉપર સ્વચ્છતાના ઉચ્ચતમ પરિણામો હાંસલ કરી સતત જાળવી રાખનાર સ્ટેન્ડ ઇન્ચાર્જ તથા ડેપો મેનેજરને બસો તથા બસ સ્ટેશનની સફાઈનું મૂલ્યાંકન કરી રાજ્યકક્ષાનો ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે. જે અંતર્ગત બસ સ્ટેશનનું તેમજ બસોની કાયાકલ્પ

, બસોમાં સ્વચ્છતાના ઉત્તમ પરિણામો હાંસલ કરવા સફાઈની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરીને કુલ ૩૦૦થી વધુ સફાઈ કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક રાખીને રાજ્યની ચાર મહાનગરપાલિકાઓના બસ સ્ટેશન ઉપર પ્લેટફોર્મ દીઠ એક સફાઈ કર્મી રાખીને સાફ-સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા તથા તાલુકા કક્ષાના બસ સ્ટેશન ઉપર ૧ હજાર જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક રાખીને બસો તેમજ બસ સ્ટેશનની સાફ સફાઈમાં ઉચ્ચતમ પરિણામો હાંસલ કરવા એસટી નિગમને સૂચના આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ