બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / Worshiping Hanuman ji does not cause any malefic effects of Saturn

ધર્મ / મકર, મીન, કુંભ, કર્ક, વૃશ્ચિક પર 2025 સુધી સાડાસાતી: આ ખાસ ઉપાયથી હનુમાન દાદાને કરો પ્રસન્ન, દરેક સંકટ થશે દૂર

Kishor

Last Updated: 09:26 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડેસાતી ચાલી રહી છે. જે વર્ષ 2025ના માર્ચ મહિના સુધી ચાલશે. બચવા માટે આટલું કરો!

  • કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડેસાતી
  • કળિયુગમાં જાગૃત દેવ તરીકે જેની પૂજા કરવામાં આવે છે હનુમાનજી
  • હનુમાનજીની પૂજા કરવાથી શનિની કોઈ અશુભ અસર થતી નથી

જયોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખૂબ જ મહત્વ હોય છે. તેવામાં હાલમાં કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડેસાતી ચાલી રહી છે. જે વર્ષ 2025ના માર્ચ મહિના સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન શનિની સાડાસાતીને લઈને આ રાશિના વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવી શકે છે. ત્યારે શનિના આ પ્રકોપથી બચવા માટે આ રાશિના લોકોએ રોજ હનુમાનજીની પૂજા કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

આ ત્રણ રાશિના જાતકોને મળશે બમ્પર લાભ: શનિની પડી રહી છે શુભ દ્રષ્ટિ shani  drishti auspicious saturn placement in different houses lucky zodiac signs

હનુમાનજીની પૂજા કરવાથી થાય છે ફાયદા

ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી શનિની કોઈ અશુભ અસર થતી નથી. ધાર્મિક કથાઓમાં એવો ઉલ્લેખ છે કે, શનિદેવને રાવણે લંકામાં બંદી બનાવ્યા હતાં આ વેળાએ હનુમાનજીએ જ શનિદેવને રાવણના બંધનમાંથી છોડાવ્યા હતા આ દરમિયાન શનિદેવે હનુમાનજીને વચન આપી કહ્યું હતું કે આજથી  મારી અશુભ અસર તમારા ભક્તો પર ક્યારેય પડશે નહિ. આ માન્યતા અનુસાર હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરવો

કળિયુગમાં જાગૃત દેવ તરીકે જેની પૂજા કરવામાં આવે છે હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય તેવી માન્યતા રહેલી છે. તેમાં પણ હનુમાનને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.સાથે જ શ્રી રામ અને માતા સીતાજીનું પણ સ્મરણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તેને જીવનમાં મુશ્કેલી આવતી આટકે છે. આથી કુંભ, મકર અને મીન રાશિના લોકોએ દરરોજ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શ્રી રામ અને માતા સીતાના નામનું સ્મરણ કરવું જોઈએ. વાંચો હનુમાન ચાલીસા...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ