બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Worshiping 9 forms of Durga during Navratri will give 9 benefits.

માન્યતા / નવરાત્રીમાં માં દુર્ગાના 9 સ્વરૂપો કયા? પૂજાથી મળશે 9 લાભ, જાણો દેવીઓની વિશેષતા અને મહત્વનું સપૂર્ણ વિવરણ

Kishor

Last Updated: 10:17 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 ઓક્ટોબર 2023 થી નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ત્યારે કયા દિવસે દેવીના ક્યા સ્વરૂપની પૂજા કરવી જોઈએ અને તેનું શું છે મહત્વ! જાણો આ આહેવાલમાં!

  • 15 ઓક્ટોબર 2023 થી નવલા નોરતાની શરૂઆત
  • કયા દિવસે કયા દેવીની પૂજા કરવી જોઈએ
  • જાણો માતાજીના સ્વરૂપની પૂજાનું મહત્વ

નવરાત્રી મહોત્સવને લઈને લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. 15 ઓક્ટોબર 2023 થી નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે અને પ્રથમ દિવસે 11:44 મિનિટથી 12:30 ઘટસ્થાપનનો શુભ અવસર માનવામાં આવી રહ્યો છે. ત્યારે નવે નવ દિવસમાં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. દેવી દુર્ગાનું સ્વરૂપ અનંત શક્તિઓનો ભંડાર છે અને તેમની પૂજા કરવાથી વિવિધ કાર્યમાં સિદ્ધિ મળે છે. જેમના ઘણા લાભો પણ છે. ત્યારે આ કયા દિવસે કયા દેવીની પૂજા કરવી જોઈએ અને તેનું શું છે મહત્વ. આવો જાણીએ વિસ્તારથી

નવરાત્રીએ માંની કૃપા મેળવવા ખરીદી લો આ 9 લકી વસ્તુ, આવશે દુ:ખોનો અંત, વધશે  સુખ-શાંતિ / Autumn Navratri 2023: Buy these 9 lucky items this Navratri,  Maa Durga will come to your

  • નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરીને દેવી દુર્ગાનું આહવાન કરવું જોઈએ. આ દિવસે હિમાલયની પુત્રી શૈલપુત્રી દેવીની પૂજા કરવામાં આવે છે. માન્યતા એવી છે કે દેવી શૈલપુત્રી પૂજાથી જીવનમાં સ્થિરતા આવે છે અને યોગ્ય વર પ્રાપ્ત થાય છે. તથા ચંદ્ર સબંધિત દોષ દૂર થાય છે.
  • નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારીણીની પૂજા કરવાની માન્યતા છે. પૂજાથી તપ ત્યાગ તથા શક્તિની ભાવના જાગે છે અને દેવી બ્રહ્મચારીણીની ઉપાસનાથી જીવનમાં કઠિન સંઘર્ષમાં પણ વ્યક્તિ પોતાના કાર્યથી વિચલિત થતો નથી અને સફળતા પ્રાપ્ત કરે છે. તેમજ આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
  • ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવામાં આવે છે ચંદ્રઘંટા માતાજીને સાહસ અને પરાક્રમણનું પ્રતીક માનવામાં આવે છે. માતાજીના આ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોને કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળે છે અને ક્રોધ પર કાબુ આવી શકે છે.

માતાજીના ભક્તો ખાસ જાણી લેજો: સૂર્યગ્રહણ થશે અને થોડા જ સમયમાં શરૂ થશે  નવરાત્રી, ઘરમાં અવશ્ય કરવું પડશે આ કામ/ solar eclipse starts before navratri  2023 remember ...

  • ચોથા દિવસેમા કૃષ્માંડાના સ્વરૂપની પૂજા કરવી માતાજીએ પોતાના ઉદરમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી છે. અવારનવાર દુઃખ સમસ્યા આવતી હોય તો આ માતાજીની પૂજા કરવી જોઈએ જેનાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
  • પાંચમા દિવસે સંતાન પ્રાપ્તિ માટે માનતા કરતાં લોકોએ સ્કંદમાતાની પૂજા જરૂર કરવી જોઈએ. મા સ્કંદમાતા કાર્તિકેયની માતા માનવામાં આવે છે અને માન્યતા એવી છે કે સ્કંદમાતાની આરાધન કરવાથી ખોળાનો ખુંદનાર મળે છે અને સંતાનની પ્રગતિ પણ થાય છે.
  • છઠ્ઠા દિવસે માં કાત્યાયની પૂજા કરવી. તે મંડળની પ્રમુખ દેવી છે. લગ્ન સંબંધિત બાબતો માટે માતા કાત્યાયનીની પૂજા અચૂક માનવામાં આવે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી વહેલા લગ્ન અને યોગ્ય જીવનસાથી મળી શકે છે.
  • સાતમા દિવસે કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કરવાથી તે ખૂબ પ્રસન્ન થાય છે.જેથી રોગ, શોક, શત્રુ, ભય અને આકસ્મિક ઘટનાઓમાં ભક્તોને રક્ષા મળે છે.
  • આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવી તેનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. તેમની પૂજાથી દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ આવે છે. તેમજ આ દિવસે દીકરીઓને ભોજન પીરસવાથી ધન, ધાન્યના ઢગલા થાય છે. 
  • નવરાત્રિનો છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવી. મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેની સાથે જ 8 દુર્લભ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. હનુમાનજીએ આ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ