બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Worried about three cases of heart attack in Gujarat

ચિંતા / ગુજરાતમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો.! મહેસાણામાં ગરબા રમતી વખતે શિક્ષિકાનું, તો સુરતમાં માતાજીની મૂર્તિ લેવા ગયેલા યુવકનું હાર્ટ ફેલ

Kishor

Last Updated: 01:13 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ જાણે રીતસરનો ઉપાડો લીધો હોય તેમાં આજે એક જ દિવસમાં ત્રણ ઘટના સામે આવી હતી જેમાં યુવતી સહિત 2 વ્યક્તિઓના મોત થયા છે તો એક યુવાનને બચાવી લેવાયો છે.

  • મહેસાણામાં ગરબા રમવા ગયેલી યુવતીને એટેક આવતા મોત
  • સુરતમાં માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનને આવ્યો એટેક
  • પાવાગઢમાં એક યુવાને બચાવી લેવાયો

રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી અનેક વ્યક્તિઓના મોત થઇ રહ્યા છે. આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.ત્યારે મહેસાણાના સાર્વજનિક હાઇસ્કૂલમાં યાજાયેલા ગરબા રમતી વખતે 23 વર્ષની એક શિક્ષિકાને હાર્ટ એટેક આવતા સારવાર મળે તે પહેલા મૃત્યુ થયું છે. તો સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માતાજીની મૂર્તિ લેવા યુવક ગયો હતો ત્યારે પહેલા છાતીમાં દુખાવો થયો હતો પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતુ પણ ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતુ. તો પાવાગઢ ડુંગર પર હાર્ટ એટેક આવતા યુવાનને તાત્કાલિક સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો. જેથી હાર્ટ એટેકને લઈ હાલ નવરાત્રીમાં વચ્ચે ચિંતા વધતા ગરબા સ્થળે ખાસ આરોગ્યની સુવિધા તૈનાત કરાઈ છે.

મહેસાણામાં 23 વર્ષની યુવતીનું મોત

મહેસાણામાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.સાર્વજનિક હાઇસ્કુલમાં ગરબા યોજાયા હતા. આ દરમિયાન ગરબા રમ્યા બાદ શિક્ષિકાની તબિયત બગડતા તાત્કાલિક સારવાર માટે ખસેડાઇ હતી. જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત નિપજતા પરિજનોમાં અરેરાટી મચી છે.

માતાજીની મૂર્તિ લેવા ગયેલા યુવાનનું મોત
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં અમર રાઠોડ નામનો યુવકનુ હાર્ટ અટેકથી મોત થયાનું બહાર આવ્યું છે. ઈચ્છાપોરમાં યુવાન નવરાત્રી નિમિતે માતાજીની મૂર્તિ લેવા યુવક ગયો હતો. આ વેળાએ પહેલા છાતીમાં દુખાવો થયો હતો પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતુ. જોકે ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડ્યો હતો અને તે જીવલેણ સાબિત થતા યુવકનું મોત નિપજ્યું હતુ.


પાવાગઢમાં એક યુવાને બચાવી લેવાયો
પાવાગઢ ડુંગર પર નવરાત્રીને લઈ ભારે ભીડ વચ્ચે યાત્રિક યુવાનને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર આપી તેનો જીવ બચાવી લેવાયો છે.  મધ્યપ્રદેશથી માતાજીના દર્શને આવેલા યાત્રિક યુવાનને હાર્ટ એટેક આવવાના લક્ષણો દેખાયા હતા. હાર્ટ એટેક આવ્યાના લક્ષણોને લઈ યુવાનને મંદિર ટ્રસ્ટે ચાલુ કરલા ઇમર્જન્સી હેલ્થ સેવામાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યા હાજર  તબીબે તેને સમયે સારવાર આપતા તેનો જીવ બચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના સમયને લઈ ભક્તોને ઇમર્જન્સી સ્થિતિમાં સારવાર આપવા ઇમર્જન્સી હેલ્થ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હેલ્થ સેવામાં કોન્સટ્રેટર, ECG સહિતના સાધનો અને ઇમર્જન્સી સમયે જીવનદાન આપતા ઇન્જેક્શન અને દવાઓના જથ્થાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે સેવા એક વ્યક્તિના જીવ બચાવવામાં નિમિત્ત બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ