બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / Worli matka gambling rampant in Amraiwadi raided, nine arrested, six wanted

અમદાવાદ / અમરાઈવાડીમાં ધમધમતા વરલી મટકાના જુગાર પર ઓચિંતી રેડથી અફરાતફરી, નવ ઝડપાયા, છ લોકો વોન્ટેડ

Vishal Khamar

Last Updated: 04:37 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રથયાત્રાને લઈને શહેરમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર એસએમસી, ક્રાઇમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસ ત્રાટકી રહી છે. અમરાઈવાડીમાં ધમધમતા વરલી મટકાનાં જુગારધામ પર પોલીસે ત્રાટકી નવ લોકોની ધરપકડ કરી છે.

  • અમરાઈવાડીમાં ધમધમતા વરલી મટકાના જુગાર પર SMCના દરોડાઃ 
  • મુખ્ય સૂત્રધાર સહિત છ લોકો વોન્ટેડ, નવ ઝડપાયા
  • ઓચિંતી રેડથી અફરાતફરીનો માહોલ સર્જાતાં ભાગવામાં બે સફળ

રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), ક્રાઇમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસ ત્રાટકી રહી છે. બુટલેગર તેમજ જુગારનો અડ્ડો ચલાવતા લોકો પોતાનાં રિસ્ક પર દારૂ અને જુગારના અડ્ડા ચલાવી રહ્યા છે. ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરાઇવાડીમાં ધમધમતા વરલી મટકાના જુગારનો પર્દાફાશ કરીને  નવ લોકોની ધરપકડ કરી છે.  એસએમસીએ મુખ્ય સૂત્રધારની જીપ કમ્પાસ કાર પણ જપ્ત કરીને કુલ ૧૭.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસએમસીની રેડથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે બે લોકો ભાગવામાં સફળ થયા છે. 

ફાઈલ ફોટો

એસએમસીની ટીમે આઠ લોકોને ઝડપી પાડ્યા
એસએમસીની ટીમને બાતમી મળી હતી કે સચીન રાજપૂત નામનો શખ્સ અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે એસએમસીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આઠ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી મૂકેશ રમણલાલ પંડ્યા (રહે, ઓઢવ), કમલેશ અંબાલાલ ભટ્ટ (રહે, મેઘાણીનગર), પારસ ખટિક (રહે, અમરાઇવાડી), ભરત પાલ (રહે, ઓઢવ), કિશન સોલંકી (રહે, ઓઢવ), વિજય દેવીપૂજક (રહે, રામોલ), મોહમદ ફારુક અંસારી (રહે, ગોમતીપુર) , આકાશ ચૌહાણ (રહે, અમરાઇવાડી) અને અજય વણજારા (રહે, અમરાઇવાડી) ને ઝડપી પાડ્યા છે. મૂકેશ અને કમલ વરલી મટકાનો આંકડો લખતા હતા જ્યારે બીજા સાત આરોપીઓ પોતાનું નસીબ અજમાવવા માટે આવ્યા હતા. 
વરલી મટકાનો જુગાર ચલાવનાર સચીનસિંહ રાજપૂત છે. સચીને જુગારને અડ્ડો શરૂ કરતાં પહેલાં એક ગેંગ બનાવી હતી. જેમાં તેણે તમામને અલગ અલગ કામગીરી આપી દીધી હતી. સચીનની ગેંગમાં રમેશ નામનો યુવક અડ્ડા પર  નોકરી કરતા લોકોનો પગાર ચૂકવે છે. જ્યારે હિતેશ રાઇટર પાસેથી રૂપિયા કલેક્ટ કરવાનું કામ કરે છે. 

ફાઈલ ફોટો

એસએમસીએ કુલ 17.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
એસએમસીએ રેડ કરી ત્યારે કેટલાક લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જેમાં પોલીસના હાથે એક આઇફોન તેમજ બાઇકની ચાવી આવી ગઇ છે. એસએમસીએ કુલ ૧૫ લોકો વિરુદ્ધ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. એસએમસીએ ઘટના સ્થળ પરથી ૧૫ લાખ રૂપિયાની જીપ કમ્પાસ કાર, રિક્ષા, બાઇક તેમજ રોક્ડ સહિત કુલ ૧૭.૪૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 
સચીન લક્ઝુરિયસ લાઈફ જીવવાનો શોખીન 
અડ્ડાનો મુખ્ય સૂત્રધાર સચીન રાજપૂત એકદમ લક્ઝુરિયસ લાઇફ જીવી રહ્યો છે. થોડા સમયમાં વરલી મટકાના જુગારમાં તેણે લાખો રૂપિયા કમાઇ લીધા છે. જેમાં તેણે જીપ કમ્પાસ કાર પણ ખરીદી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં હજુ સુધી સચીન વિરુદ્ધ જુગારનો કેસ દાખલ થયો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ