બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / World Tuberculosis Day 2022 tb cases are increasing in big cities of india

સાચવજો નહીં તો / બાપ રે! ભારતમાં આ બીમારીથી દર વર્ષે થાય છે 4 લાખ 80 હજાર લોકોનાં મોત, દેશમાં સર્જાઇ રહી છે ગંભીર પરિસ્થિતિ

Dhruv

Last Updated: 04:06 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે World TB Day છે. ત્યારે દેશનાં અનેક મોટા શહેરોમાં TBના કેસો સતત સામે આવી રહ્યાં છે. એમાંય સૌથી વધારે ગરીબ વર્ગ અને ભીડભાડવાળાં વિસ્તારોમાં ટીબી વધારે ફેલાતા સ્થિતિ વધુ ગંભીર થતી જાય છે.

  • શહેરોની ઝૂંપડપટ્ટીમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ટીબી
  • ટીબી માટે ગંદકી અને પ્રદૂષિત વાતાવરણ જવાબદાર
  • લોકોને આરોગ્ય સુવિધાઓ પણ નથી મળી રહી

ભીડભાડવાળાં વિસ્તારમાં ગરીબ લોકોમાં સૌથી વધારે TB ફેલાવા પાછળનું કારણ એક તો ત્યાં ન તો સ્વચ્છ હવા હોય છે અને ના તો ચોખ્ખું પાણી. ગંદકી વચ્ચે TBથી સંક્રમિત થવાનો ખતરો વધારે વધી જાય છે.

ટીબી સામે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું લક્ષ્ય છે કે, 2035 સુધીમાં ટીબીથી થનારા મૃત્યુમાં 95% ઘટાડો કરવામાં આવે અને TBના કેસોમાં 90% સુધીનો ઘટાડો કરવામાં આવે. વધતા જતા શહેરીકરણ સાથે અનેક સંક્રમણવાળી બીમારીઓ પર નિયંત્રણ પણ જોવા મળી રહ્યું છે, પરંતુ ટીબીના કિસ્સામાં આ લાગુ નથી પડતું. ઉલ્ટાનું શહેરીકરણ વધવાથી મોટા-મોટા શહેરોમાં રહેતા લોકોમાં પણ ટીબીના કેસો વધી રહ્યાં છે.

જાણો શું છે કારણ?

તમને જણાવી દઇએ કે, ટીબી બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. કોઈ પણ અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી તે તંદુરસ્ત વ્યક્તિને પણ થઈ શકે છે. તે સંક્રમિત વ્યક્તિની ઉધરસથી અથવા તો છીંક દ્વારા પણ ફેલાય છે. ટીબી મુખ્યત્વે ફેફસાંને વધારે અસર કરે છે પરંતુ તેનું સંક્રમણ પેટના હાડકાં અને નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે.

વધતા શહેરીકરણથી ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકો પાસે વધારે સુવિધાઓ થઇ ગઇ છે, જેના કારણે તેમનામાં ટીબી જેવાં સંક્રમણની બીમારી ઘણી ઓછી ફેલાય છે પરંતુ આ શહેરીકરણે ગરીબ વર્ગના લોકોને બિલકુલ ઝૂંપડપટ્ટીવાળાં વિસ્તારમાં રહેવા મજબૂર કર્યા છે. આ ઝૂંપડપટ્ટીઓ ભારે ભીડભાડથી ભરેલી હોય છે જેના લીધે તેમાં રહેતા લોકોને આરોગ્યની સુવિધા પણ બરાબર નથી મળતી અને જેના લીધે આવાં વાતાવરણમાં ટીબી જેવી બીમારીને વધારે ફેલાવાનો મોકો મળી જાય છે.

ભીડભાડવાળા ગંદા વિસ્તારોમાં TB ખૂબ જ તેજીથી ફેલાય છે

શહેરોમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો ખૂબ જ ગંદા અને ભીડભાડવાળાં વિસ્તારોમાં રહેતા હોય છે. એટલે કે એક નાના એવાં રૂમમાં 10થી 12 જેટલાં સભ્યોનો એક પૂરો પરિવાર રહેતો હોય છે અને તે લોકો સામૂહિક ટોયલેટનો પણ ઉપયોગ કરતા હોય છે.

આવી જગ્યાઓ પર સાફસફાઇ પણ બરાબર નથી થતી. તેમના ઘરોમાં પાણી પણ સ્વચ્છ નથી હોતું જેથી તેમનું ખાવાપીવાનું પણ વધારે દૂષિત થઇ જાય છે. આવાં ગરીબ વિસ્તારોમાં આવેલા નાના-નાના ઘરોમાં હવાઉજાસ પણ બરાબર ન મળતા હોવાના કારણે પણ લોકો બીમારીનો વધારે માત્રામાં ભોગ બનતા હોય છે. સંક્રમિત વ્યક્તિ પણ સ્વસ્થ વ્યક્તિ સાથે રહે છે. તેથી, આવાં વાતાવરણમાં ટીબી ખૂબ જ ઝડપથી ફેલાય છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી વગેરે જેવાં ભારતના મુખ્ય શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોમાં ટીબીના કેસો વધુ માત્રામાં જોવા મળે છે.

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં ટીબીના કુલ કેસોમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ છે. ભારતમાં આ બીમારીના કારણે દર વર્ષે 4 લાખ 80 હજાર લોકોના મોત થઈ રહ્યાં છે.

TBFacts.org વેબસાઈટ અનુસાર, એક એવું પણ અનુમાન લગાવાઇ રહ્યું છે કે, ભારતની 40% વસ્તી આડકતરી રીતે TB બેક્ટેરિયાથી સંક્રમિત છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે, વિશ્વની લગભગ એક ક્વાર્ટર વસ્તી આડકતરી રીતે ટીબીથી સંક્રમિત છે. મતલબ કે આવાં લોકોમાં ટીબીના બેક્ટેરિયા હોય છે પરંતુ તે નિષ્ક્રિય હોય છે. આવાં લોકોને તેમના જીવનમાં ટીબીનો ચેપ લાગવાનું જોખમ 5થી10 ટકા સુધી રહે છે.

શહેરોમાં TB નો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય?

શહેરોમાં ટીબીના વધતા જતા કેસોને રોકવા માટે જરૂરી છે કે, શહેરોને વસાવવા માટે દરેક વિભાગનું ધ્યાન રાખવામાં આવે. જેમાં ગરીબ લોકોને રહેવા માટે પણ સ્વચ્છ વાતાવરણ મળવું જોઈએ. ઘરની અંદરના પ્રદૂષિત વાતાવરણથી છૂટકારો મેળવવા માટે ઘર એવાં બનાવવા જોઈએ કે, તેમાં પૂરતો પ્રકાશ અને હવા પણ આવી શકે. લોકોને રહેવા માટે મોટા-મોટા મકાનો બનાવવામાં આવે જેથી ભીડભાડ ન થાય. તેઓને આરોગ્યની પૂરતી સુવિધા મળી રહે તેમજ વાહનવ્યવહાર અને શાળાની પણ યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

ટીબીને ખતમ કરવાનું ભારત સરકારનું લક્ષ્ય

મોદી સરકારે વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ કોરોના મહામારીએ ટીબીના કેસોમાં ઘટાડો કરવાની ગતિને થોડી ધીમી પાડી દીધી છે. કોરોના મહામારીના આગમન બાદ હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓનું તમામ ધ્યાન ટીબીથી કોવિડ તરફ ચાલી ગયું છે.

આ સમય દરમિયાન ટીબીના દર્દીઓને પૂરતી તપાસ અને સારવાર મળી શકી નથી. આ મહામારી દરમિયાન, ટીબીના કેસો અને મૃત્યુ પણ ઓછા નોંધાયા હતાં. નિષ્ણાંતોનું કહેવું છે કે, 2025 સુધીમાં ભારતમાંથી ટીબીને નાબૂદ કરવો અશક્ય છે. ભારતને સંપૂર્ણ રીતે ટીબી મુક્ત બનાવવામાં 2025 પછી પણ 5-7 વર્ષ લાગી શકે છે.

જાણો શું છે ટીબીના લક્ષણો?

- ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ
- ઉધરસમાં લોહી આવવું
- શ્વાસ અને ઉધરસ વખતે છાતીમાં દુ:ખાવો, છાતીમાં દુ:ખાવો
- અચાનક વજન ઓછું થઇ જવું
- ચક્કર આવવા
- તાવ આવવો
- રાત્રે સૂતી વખતે પરસેવો થવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ