બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / World famous female cricketer Sara is going to be a mother with a female partner

ગુડ ન્યૂઝ / મહિલા પાર્ટનર સાથે મા બનવાની છે વર્લ્ડ ફેમસ મહિલા ક્રિકેટર સારા, પ્રેગ્નેન્સીના સમાચાર સાથે રિલેશનશિપ પર મોટો ખુલાસો

Priyakant

Last Updated: 08:18 AM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા ક્રિકેટરે ટ્વીટ કર્યું કે, મા બનવું એ હંમેશા મારા જીવનસાથીનું સપનું રહ્યું છે. આ સફર સરળ ન હતી, પરંતુ તેને ક્યારેય હાર ન માની. હું જાણું છું કે, તે શ્રેષ્ઠ માતા બનશે અને હું તેનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું

  • ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર સારા ટેલરે આપ્યા મોટા સમાચાર 
  • મહિલા પાર્ટનર સાથે ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા
  • પાર્ટનર ડાયના સાથેનો ફોટો શેર કરીને માહિતી આપી કે, તે માતા બનવાની છે

ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ સ્ટાર મહિલા ક્રિકેટર સારા ટેલરે 22 ફેબ્રુઆરીએ તેની મહિલા પાર્ટનર સાથે ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની પાર્ટનર ડાયના સાથેનો ફોટો શેર કરીને તેણે માહિતી આપી હતી કે, તે માતા બનવાની છે. 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ઈંગ્લિશ વિકેટકીપર-બેટ્સમેને કહ્યું કે, માત્ર 19 અઠવાડિયાની રાહ છે અને પછી તે તેની મહિલા પાર્ટનર ડાયના સાથે માતા બનવા જઈ રહી છે.  

મહિલા ક્રિકેટર સારાએ ટ્વીટ કર્યું કે, મા બનવું એ હંમેશા મારા જીવનસાથીનું સપનું રહ્યું છે. આ સફર સરળ ન હતી, પરંતુ ડાયનાએ ક્યારેય હાર ન માની. હું જાણું છું કે તે શ્રેષ્ઠ માતા બનશે અને હું તેનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. 19 અઠવાડિયા પછી અમારું જીવન ખૂબ જ અલગ હશે! નોંધપાત્ર રીતે મહિલા ક્રિકેટના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ વિકેટ-કીપર બેટ્સમેનોમાંની એક સારાએ માનસિક તણાવને કારણે સપ્ટેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

આ તરફ દિગ્ગજ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટે પણ સારાની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા. તો ડેની મોરિસને પણ તેને જાદુઈ ગણાવીને ટિપ્પણી કરી હતી. 

મેન્સ ક્રિકેટ રમીને રચ્યો હતો ઈતિહાસ 
નોંધનીય છે કે, વર્ષ 2015માં સારા ટેલરે પુરૂષ ક્રિકેટમાં રમનારી પ્રથમ મહિલા ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો હતો. તે ત્યારે માત્ર 26 વર્ષની હતી અને ઓસ્ટ્રેલિયા પ્રીમિયર મેન્સ કોમ્પિટિશનમાં પોર્ટ એડિલેડ સામે ઉત્તરી જિલ્લાઓ માટે રમતી જોવા મળી હતી. સારાએ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે માર્ચ 2016માં ક્રિકેટમાંથી અનિશ્ચિત સમયનો વિરામ લીધો હતો, પરંતુ બાદમાં વર્લ્ડ કપ 2017માં પરત ફરી અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

વર્લ્ડકપમાં કરી હતી વાપસી
વર્લ્ડકપમાં વાપસી કરીને તેણે 49.50ની એવરેજથી 396 રન બનાવ્યા. ટેલરે દક્ષિણ આફ્રિકા સામેની ગ્રૂપ મેચમાં 147 રન બનાવ્યા હતા અને સેમિફાઇનલમાં 54 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય તેણે ફાઇનલમાં ભારત સામે 45 રનની ઇનિંગ પણ રમી હતી.

સારા ટેલરની કારકિર્દી 
લંડનમાં જન્મેલી સારા ટેલર ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહી ચૂકી છે. 2009 અને 2017માં ODI, સારાને 2009માં T20 વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડની ટીમમાં પણ સામેલ કરવામાં આવી હતી. તેણે તમામ ફોર્મેટમાં કુલ 226 મેચોમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે મહિલા વિકેટ કીપર તરીકે સૌથી વધુ 232 આઉટ થવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. તેણીએ વનડેમાં ઈંગ્લેન્ડની ત્રીજી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે નિવૃત્તિ લીધી. તેણે 126 મેચોમાં 38.26ની સરેરાશથી 4,056 રન બનાવ્યા, જેમાં 20 અડધી સદી અને સાત સદી સામેલ છે. તે જ સમયે, ટેલર T20 ઇન્ટરનેશનલમાં ઇંગ્લેન્ડનો બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 90 મેચોમાં 29.02ની એવરેજથી 2,177 રન બનાવ્યા, જેમાં 16 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 10 ટેસ્ટ મેચ રમીને 300 રન પણ બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ