બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World cup 2023 VIDEO: Fan boy moment for Babar Azam Kohli gives autographed t-shirt

World cup 2023 / VIDEO: બાબર આઝમ માટે ફેન બોય મોમેન્ટ... કોહલીએ આપી ઓટોગ્રાફવાળી ટીશર્ટ, પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓને લાગ્યા મરચાં

Megha

Last Updated: 09:13 AM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાન મેચમાં ભારતની ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલી અને બાબર આઝમનો એક વીડિયો ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. બાબરે કિંગ કોહલી પાસે ભારતીય જર્સી પર તેનો ઓટોગ્રાફ માંગ્યો હતો.

  • ભારતીય ટીમે પાકિસ્તાન (IND vs PAK) ને 7 વિકેટથી હરાવ્યું
  • બાબરે કિંગ કોહલી પાસે ભારતીય જર્સી પર તેનો ઓટોગ્રાફ માંગ્યો
  • હાલ તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે

વર્લ્ડ કપ 2023 ની 12મી મેચમાં, ભારતીય ટીમે પાકિસ્તાન (IND vs PAK) ને 7 વિકેટથી હરાવ્યું. મેચ બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની સાઇન કરેલ જર્સી મળી, જેનો વીડિયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે મેચમાં પાકિસ્તાનની આખી ટીમ પહેલા રમતા 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ સતત ત્રીજી જીત
ભારત તરફથી બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ફાસ્ટ બોલિંગની કરોડરજ્જુ કહેવાતા જસપ્રીત બુમરાહે ફરી એકવાર શાનદાર મેચમાં પોતાની ક્ષમતા સાબિત કરી દીધી. તેણે સાત ઓવરના સ્પેલમાં 19 રન આપીને બે મહત્વની વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે પણ બે વિકેટ લીધી હતી તો હિટમેન અને શ્રેયસ અય્યર બેટિંગમાં શાનદાર હતા.

હિટમેન અને શ્રેયસ અય્યરે કર્યો કમાલ 
રોહિતે કેપ્ટનશિપની ઇનિંગ રમીને 63 બોલમાં 86 રન બનાવ્યા હતા. જો કે, તે તેની સદી પૂરી કરી શક્યો ન હોવાથી ચાહકો ચોક્કસપણે નિરાશ થયા હતા. જ્યારે જમણા હાથના મિડલ ઓર્ડર બેટ્સમેન અય્યરે 62 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. 

બાબરે કિંગ કોહલી પાસે ઓટોગ્રાફ માંગ્યો
જીત બાદ તમામ ભારતીય ખેલાડીઓ જશ્ન મનાવી રહ્યા હતા. આ દરમિયાન બાબરે કિંગ કોહલી પાસે ભારતીય જર્સી પર તેનો ઓટોગ્રાફ માંગ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ ચાહકોએ કોહલીના ખૂબ વખાણ કર્યા છે. વીડિયોમાં બાબર ઉપરાંત પાકિસ્તાનના યુવા બોલર પણ કોહલીને મળવા આવ્યા હતા.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હવે ટૂર્નામેન્ટમાં તેની ચોથી મેચ 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમશે, જે પુણેમાં રમાશે. પાકિસ્તાન હવે તેની આગામી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ 20 ઓક્ટોબરે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ