બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 India, New Zealand, Australia Which team is king in the semi-finals? South Africa's figures are the worst

World Cup 2023 / ભારત, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા... સેમીફાઇનલમાં કઈ ટીમ છે કિંગ? સાઉથ આફ્રિકાના આંકડા સૌથી ખરાબ

Megha

Last Updated: 12:49 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેમીફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ તો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે. એવામાં આ ચાર ટીમોના અત્યાર સુધીના સેમીફાઈનલ રેકોર્ડ વિશે જાણીએ...

  • ICC ODI વર્લ્ડ કપ 2023નો લીગ સ્ટેજ સમાપ્ત થઈ ગઈ 
  • આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઈનલ રમાશે
  • ચાર ટીમોના અત્યાર સુધીના સેમીફાઈનલ રેકોર્ડ વિશે જાણીએ

ICC ODI વર્લ્ડ કપ 2023નો લીગ સ્ટેજ સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા લીગ તબક્કામાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જ્યારે સાઉથ આફ્રિકા બીજા, ઓસ્ટ્રેલિયા ત્રીજા અને ન્યૂઝીલેન્ડ ચોથા ક્રમે છે. ટોપ-4 ટીમોએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઈનલ રમાશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈમાં પ્રથમ સેમીફાઈનલ રમાશે.બીજી સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે.આ મેચ કોલકાતામાં રમાશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાવાની છે. એવામાં આ ચાર ટીમોના અત્યાર સુધીના સેમીફાઈનલ રેકોર્ડ વિશે જાણીએ... 

ઓસ્ટ્રેલિયા સેમી ફાઈનલનો કિંગ 
આંકડા જોવા જીઈએ તો ઓસ્ટ્રેલિયા સેમી ફાઈનલનો રાજા છે. કાંગારૂ ટીમ આઠ સેમીફાઈનલ રમી છે જેમાંથી સાતમાં જીત અને એકમાં હાર થઈ છે. ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007 અને 2015માં ટ્રોફી કબજે કરી હતી. 

ભારત બીજા નંબરે 
ઓસ્ટ્રેલિયા બાદ ભારતે સૌથી વધુ સેમીફાઈનલ જીતી છે. ભારતે સાતમાંથી ત્રણ સેમીફાઈનલ જીતી અને ચારમાં હાર થઈ. ભારતને છેલ્લા સતત બે વર્લ્ડ કપની સેમિફાઇનલમાંથી બહાર થવું પડ્યું હતું. ભારત 1983 અને 2011માં ચેમ્પિયન બન્યું હતું.

ન્યુઝીલેન્ડ બસ બે જ વખત જીતી 
ન્યુઝીલેન્ડ 8 વખત સેમીફાઈનલમાં પ્રવેશ્યું છે, જેમાં તે બે વખત જીત્યું છે. કિવી ટીમને 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુઝીલેન્ડ એક પણ ટાઇટલ જીત્યું નથી. ન્યૂઝીલેન્ડે 2015 અને 2019 વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી. 

સાઉથ આફ્રિકાએ ખાતું જ નથી ખોલ્યું 
સાઉથ આફ્રિકાની ટીમે સેમિફાઇનલમાં હજુ સુધી ખાતું ખોલ્યું નથી. તેણે 4 સેમીફાઈનલ રમી છે અને ક્યારેય જીત મળી નથી. સાઉથ આફ્રિકાની ટીમ આ વખતે સેમીફાઈલ જીતીને ખાતું ખોલવા માંગશે. જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાએ લીગ તબક્કામાં નવમાંથી સાત મેચ જીતી હતી. તે માત્ર નેધરલેન્ડ અને ભારત સામે હારી હતી. 

બીજી તરફ ભારતે તેની તમામ લીગ મેચો જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ સાત લીગ મેચો અને ન્યુઝીલેન્ડે પાંચ લીગ મેચ જીતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ