બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 India beat Lanka in Wankhede: But Pakistan also got a bumper advantage, thrilling semi-final race

World Cup 2023 / વાનખેડેમાં ભારતનો લંકા વિજય: પણ બમ્પર ફાયદો પાકિસ્તાનને પણ થયો, રોમાંચક થઈ સેમીફાઇનલની રેસ

Megha

Last Updated: 08:24 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે શ્રીલંકાને જેવો તેવો નહીં પરંતુ મોટા 302 રનથી પરાજય આપ્યો હતો, જો કે પાકિસ્તાની ટીમને આ જીતનો બમ્પર ફાયદો થયો અને સેમિફાઇનલમાં પહોંચવાની તેની આશા હવે વધુ વધી ગઈ છે.

  • સતત 7મી મેચ જીતીને ભારતની સત્તાવાર રીતે વર્લ્ડ કપની સુપર-4માં એન્ટ્રી
  • શ્રીલંકાની આખી ટીમ 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ 
  • ભારતની આ જીત સાથે પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ

2023ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા જોરદાર ફોર્મમાં છે. સતત 7મી મેચ જીતીને ભારતે સત્તાવાર રીતે વર્લ્ડ કપની સુપર-4માં એન્ટ્રી લઈ લીધી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને જેવો તેવો નહીં પરંતુ મોટા 302 રનથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. 

શ્રીલંકાની આખી ટીમ 55 રનમાં આઉટ
વર્લ્ડ કપના ઈતિહાસમા શ્રીલંકાનો આ ખરેખર કારમો પરાજય છે. શ્રીલંકાની આખી ટીમ 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઈ હતી. મોહમ્મદ શમીએ 5, સિરાજે 3, બુમરાહ-જાડેજાએ 1-1 વિકેટ ઝડપીને લંકાનો વીંટો વાળી દીધો. વિરાટ કોહલી 88, શુભમન ગિલ 92 સહિતના બીજા ખેલાડીઓની સારી ઈનિંગને કારણે ભારતે પહેલા બેટિંગ કરીને 357 જેટલો મોટો સ્કોર બનાવ્યો હતો.  

શ્રીલંકા પરની વિજયનો ફાયદો પાકિસ્તાનને થયો  
ભારતની આ જીત સાથે પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ છે. પાકિસ્તાની ટીમને આ જીતનો બમ્પર ફાયદો થયો છે. સેમિફાઇનલમાં પહોંચવાની તેની આશા હવે વધુ વધી ગઈ છે. ભારતીય ટીમ અત્યારે 14 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે પાકિસ્તાન 7 મેચમાં 3 જીત સાથે 5માં સ્થાને છે.

સેમીફાઈનલમાં પંહોચવા પાકિસ્તાને આગમી બધી મેચ જીતવી પડશે 
સેમીફાઈનલમાં પંહોચવા માટે પાકિસ્તાને તેની આગામી બે બાકીની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. એટલું જ નહીં, બંનેની જીત મોટા માર્જિનથી થવી જોઈએ. આ સ્થિતિમાં પાકિસ્તાનના 10 પોઈન્ટ થશે. અ સાથે જ ન્યુઝીલેન્ડની બે મેચ બાકી છે. જો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે હારે અને શ્રીલંકાને હરાવે તો તેના પણ 10 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં સારી નેટ રન રેટ ધરાવતી ટીમ ક્વોલિફાય થશે. હાલમાં ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +0.484 છે અને પાકિસ્તાનનો નેટ રન રેટ -0.024 છે.

ભારતની આ જીત સાથે શ્રીલંકા વર્લ્ડ કપમાંથી બહાર
સાત મેચમાં સાત જીત અને 14 પોઈન્ટ સાથે ભારત વર્લ્ડ કપની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતની આ જીત સાથે શ્રીલંકા વર્લ્ડ કપમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાની આ મોટી જીતથી ભારતને માત્ર બે પોઈન્ટ જ નથી મળ્યા પણ ભારતના નેટ રન રેટમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સાઉથ આફ્રિકાને પાછળ છોડીને ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારતની બાકીની બે મેચ માત્ર ઔપચારિક જ રહી ગઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ