બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / World Cancer Day Water bottle, nail polish, plastic These household items are causing cancer

World Cancer Day / પાણીની બોટલ, નેલપોલિશ, પ્લાસ્ટિક...: ઘરમાં રહેતી આ વસ્તુથી ફેલાય છે કેન્સર, મૃત્યુને ભેટી રહ્યા છે લોકો

Megha

Last Updated: 12:49 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇ-સિગારેટ અને હુક્કા પીવાને કારણે લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, આ સિવાય ઘરમાં પણ દરરોજ ઉપયોગમાં લેવાતી ઘણી એવી વસ્તુઓ છે કે જેના કારણે કેન્સરનું જોખમ વધે છે.

  •  વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. 
  • દરરોજ ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓને કારણે કેન્સર થઈ શકે છે. 
  • પ્લાસ્ટિકની બોટલમાં રાખેલ પાણી પીવું ખતરનાક બની શકે છે. 

કેન્સર વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે, વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ ઇન્ટરનેશનલના એક રિપોર્ટ અનુસાર, 2020માં વિશ્વભરમાં કેન્સરના 18.1 મિલિયન કેસ નોંધાયા હતા. તેમાંથી 9.3 મિલિયન કેસ પુરુષોમાં અને 8.8 મિલિયન સ્ત્રીઓમાં હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર, 2020ની સરખામણીમાં 2025માં કેન્સરના કેસોમાં 12.8 ટકાનો વધારો થવાની ધારણા છે.

ના હોય! દર બે મિનિટે આ કેન્સરથી થાય છે એક મહિલાનું મોત, સામે આવ્યો  ચોંકાવનારો સ્ટડી/ Cancer Study cervical cancer symptoms is the leading  cancer in women

દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને તે પ્રમાણે યુવાનોના શોખ પણ વધી રહ્યા છે. પરંતુ એવા ઘણા શોખ છે જેના કારણે કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વિશે એક્સપર્ટ્સનું કહેવું છે કે 'ધુમ્રપાન અને આલ્કોહોલના સેવનની સાથે-સાથે સિગારેટના વ્યસનમાંથી મુક્તિ મેળવવા ઇ-સિગારેટ જે આ દિવસોમાં બજારમાં આવી છે, જે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.આ બધા ઝડપથી કેન્સરનું જોખમ વધારી રહ્યા છે. તેમાં વપરાતા રસાયણો તદ્દન ખતરનાક હોય છે, જેમ કે નિકોટિન, ફોર્માલ્ડીહાઈડ, ટીન, નિકલ, કોપર, ક્રોમિયમ, આર્સેનિક અને ડાયસેટીલ મેટલ જેવા પદાર્થો કોઇલમાં જોવા મળે છે. તેના કારણે ફેફસાના કેન્સરનું જોખમ ઝડપથી વધી ગયું છે.' 

આ ઉપરાંત યુવાનોમાં હુક્કા પીવાનું ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે, જેમાં ઘણા ખતરનાક રસાયણો ભેળવીને ફ્લેવર બનાવવામાં આવી રહ્યા છે. ઈ-સિગારેટ હોય કે ફ્લેવર્ડ હુક્કો, બંનેમાં ખતરનાક કેમિકલ ડાયસેટીલ હોય છે જે કેન્સરનું જોખમ વધારે છે. આ સિવાય ઘરમાં પણ ઘણી એવી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધે છે. 

ના હોય! હવે માત્ર 7 મિનિટમાં જ થઇ જશે કેન્સરનો ઇલાજ, આવું કરનાર પ્રથમ  દેશમાં જાણો કોનું નામ છે સામેલ / Britain's government-run National Health  Service (NHS) will be the ...

પ્લાસ્ટિક પાણીની બોટલ
આજે દરેક વસ્તુ એડવાન્સ થઈ રહી છે, પછી ભલે તે ઘરોમાં વપરાતી વસ્તુ હોય. આ અંગે એક્સપર્ટ્સનું કહેવું છે કે 'ઘરમાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે કેન્સરનું જોખમ વધારે છે. જેમ પ્લાસ્ટિકની બોટલમાં રાખેલ પાણી પીવું ખતરનાક બની શકે છે કારણ કે તેમાં માઇક્રો પ્લાસ્ટિક જોવા મળે છે, તેવી જ રીતે આજકાલ લોકો પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલી ગરમ ચા પીવે છે અને પણ તેમાં માઇક્રો પ્લાસ્ટિક હોય છે જે તમારા શરીરમાં પ્રવેશી શકે છે.

ટી બેગ, પ્લાસ્ટિકના વાસણો
આજકાલ ટી બેગના ઉપયોગથી કેન્સર થવાની સંભાવના છે, વાસ્તવમાં તેમાં એપિક્લોરોહાઇડ્રિન નામનું રસાયણ હોય છે, જે ગરમ પાણીમાં ઓગળી જાય છે અને તે આગળ કેન્સરનું કારણ બની શકે છે. તેથી તેનો ઉપયોગ કરવાનું ટાળો. ટેક્નોલોજીના ઉપયોગને કારણે કેન્સરનું જોખમ પણ વધી રહ્યું છે. માઇક્રોવેવમાં ખોરાક ગરમ કર્યા પછી ખાઓ છો, તો પ્લાસ્ટિકના વાસણો વગેરેનો ઉપયોગ કરશો નહીં કારણ કે ગરમ વસ્તુને કારણે પ્લાસ્ટિક એક ખતરનાક રસાયણ છોડે છે જેનું નામ એંડોક્રાઈન ડિસપ્ટીંગ છે, જે ખોરાક સાથે ભળે છે અને શરીરમાં પ્રવેશ કરે છે અને કેન્સરનું કારણ બને છે. 

Topic | VTV Gujarati

બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો પણ સાવધાનીથી
બ્યુટી પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રી જેટલી ઝડપથી વિકસી રહી છે તેટલી જ નવી બ્યુટી પ્રોડક્ટ્સ કેન્સરનું જોખમ વધારી રહી છે. આ અંગે એક્સપર્ટ્સનું માનવું છે કે આજકાલ વાળને સિલ્કી અને મુલાયમ બનાવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સમાં ઘણા પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ફોર્મલ્ડીહાઈડ અને એફડીએનો સમાવેશ થાય છે. ફોર્માલ્ડીહાઈડ મુક્ત કરતા રસાયણો પર પ્રતિબંધ છે.આ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કેન્સરનું જોખમ વધારે છે. આમાંના કેટલાક પ્રકારના હેર સ્ટ્રેટનિંગ ઉત્પાદનોના ઉપયોગથી કેન્સર થવાની સંભાવના વધે છે.

વધુ વાંચો: આખરે કેમ દર વર્ષે ઉજવાય છે 'વર્લ્ડ કેન્સર ડે'? શું છે તેની પાછળનો ઇતિહાસ? જાણો મહત્વ અને લેટેસ્ટ થીમ

નેલ પોલીશથી પણ કેન્સર થઈ શકે છે
નેલ પોલીશ અને નેલ પેઈન્ટ રીમુવર જેવી બ્યુટી પ્રોડક્ટ્સમાં ટોલ્યુએન, ફોર્માલ્ડીહાઈડ, એસીટોન જેવા રસાયણો જોવા મળે છે જે ખૂબ જ ઝેરી હોય છે અને તેથી કેન્સર થવાની સંભાવના રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ