બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / woman was arrested Ahmedabad Crime Branch for stealing gold jewelery pretext of helping a widow

અમદાવાદ / આવી રીતે છેતરાતા નહીં, વિધવા મહિલાઓને મદદ કરવાનો હાથ લબાવી ઘરેણાં કરતી છૂમંતર, મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ સ્તબ્ધ

Kishor

Last Updated: 10:45 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક વિધવાને સહાય આપવાના બહાને સોનાના દાગીના પડાવી લેતી એક મહિલાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ મહિલા વિરૂધ રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં ૨૫થી વધુ ગુના નોંધાયા છે.

  • વિધવાને સહાય આપવાના બહાને છેતરપિંડી
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી મહિલાને
  • રાજ્યમાં ૨૫થી વધુ ગુના મહિલા વિરૂધ નોંધાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. તેણી વિધવાને સહાય અપાવવાના બહાને સોનાના દાગીના પડાવી લેતી હતી. પકડાયેલ મહિલા આરોપી અગાઉ પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી અનેક ગુનાઓને અંજામ આપી ચુકી છે. સમગ્ર કૌભાંડની વાત કરીએ તો સૈયદાબીબીએ અમદાવાદમાં સાબરમતી વિસ્તાર અને કારંજ પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાઓને પોતાના શિકાર બનાવીને દાગીના પડાવી લીધા હતા. ત્યારે ભુજમાં પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી એક વિધવા મહિલાને ભોગ બનાવી હોવાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. 

મહિલા આરોપીની ઉમરેઠના દાગજીપુરા ગામમાંથી કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સૈયદાબીબી પઠાણ આણંદના ઉમરેઠમા રહે છે. જે હકીકત આધારે પોલીસે ઉમરેઠના દાગજીપુરા ગામમાંથી તેની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી મહિલાની પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે અમદાવાદના ભદ્રકાળી માતા મંદિર પાસે પણ એક વિધવા મહિલાને સહાય અપાવવાની બહાને તેના દાગીના ઉતરાવી લીધા હતા. 

કેવી હતી મોડેસ ઓપરેન્ડી ?
સૈયદાબીબીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ મહિલા આરોપી કોઈપણ વિધવા મહિલાને સહાય અપાવવાના બહાને અન્ય જિલ્લામાં હોટલમાં કે ઘરમાં બેસાડીને અધિકારી ઇન્સ્પેક્શનમાં આવશે ત્યારે ગરીબ હોવાનું દેખાડવાના બહાને ફરિયાદીના દાગીના ઉતરાવી સાચવવાના બહાને દાગીના લઈ ફરાર થઈ જતી હતી. પોલીસે ગુનાહિત ઇતિહાસ ચકાસતા અત્યાર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 25 થી પણ વધુ ગુનાઓ તેના વિરુદ્ધ નોંધાયેલા છે. અને ત્રણ વખત પાસા હેઠળ સજા પણ ભોગવી ચુકયાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ