બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / woman fight with couple in delhi metro video viral

ભારે કરી! / VIDEO: બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ફરી રહ્યા હતા અને અચાનક જ આંટીએ આવીને શરૂ કરી બબાલ! દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ

Arohi

Last Updated: 03:34 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Metro Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાનો યુવક-યુવતી સાથે ઝગડો થઈ રહ્યો છે. મેટ્રોની અંદર મહિલા યુવતીને ધક્કો પણ મારી દે છે.

  • દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ 
  • યુવક-યુવતી સાથે મહિલાની બબાલ 
  • મેટ્રોમાં ફરી રહ્યા હતા BF-GF અચાનક....

દિલ્હીમાં ટ્રાવેલ કરતા લોકો માટે મેટ્રો લાઈફલાઈન સમાન માનવામાં આવે છે. પરંતુ દિલ્હી મેટ્રોને ઘણી વખત આલોચનાનો સામનો કરવો પડે છે. જ્યારે મેટ્રોની અંદર કોઈ આપત્તિજનક વર્તન કરે અથવા તો મેટ્રોમાં ધક્કા મુક્કી કે ઝગડાનો વીડિયો વાયરલ થાય છે. એક વખત ફરી દિલ્હી મેટ્રોનો વીડિયો વાયરલ થયો છે. 

વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે. જોકે VTV આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વીડિયોમાં એક મહિલાનો ઝગડો એક યુવક-યુવતી સાથે થઈ રહ્યો છે. મેટ્રોની અંદર મહિલા યુવતીને ધક્કો પણ મારી દે છે. 

વાયરલ થઈ રહ્યો છે વીડિયો 
વીડિયોમાં જોવા મળી રહેલી આ મહિલા બોલતા બોલતા અચાનક મેટ્રોમાં ઉભેલી યુવતીને ધક્કો મારી દે છે. જેનાથી યુવતી મેટ્રોની સીટ પર આવીને પડે છે અને તે બુમ પાડે છે કે પાગલ છે કે શું... તેજ સમયે યુવતીની સાથે સફર કરી રહેલો યુવક પણ મહિલાને બોલે છે. એટલામાં બધાની વચ્ચે જોરદાર બબાલ શરૂ થઈ જાય છે. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જે સમયે મેટ્રોમાં આ હંગામો થઈ રહ્યો હતો તે સમયે ઘણા અન્ય યાત્રી પણ મેટ્રોમાં સફર કરી રહ્યા હતા. મહિલા અને યુવક-યુવતીની વચ્ચે ચાલી રહેલા આ હંગામાને જોઈને ત્યાં હાજર લોકો દંગ રહી ગયા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ