બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / મુંબઈ / With this decision of the central government, companies became wealthy while farmers became destitute
ADVERTISEMENT
આ વર્ષે ચોમાસું સારું હોવાથી ખેતીપાક સારો થવાની આશાઓ છે. જો કે મહારાષ્ટ્રના ખેડૂતો માટે સ્થિતિ જો કે કઇંક ઊલટ છે, હફિંગટન પોસ્ટના એક અહેવાલ મુજબ સોયાબીનની ખેતી કરવા વાળા ખેડૂતોને આ વર્ષે બિયારણ ખરાબ નીકળતા ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT
ખેડૂતોએ મોટી માત્રામાં બિયારણની ખરીદી કરી હતી
સૂત્રોએ જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ઘણા એવા ખેડૂતો છે જેમણે ખૂબ જ મોટી માત્રામાં સોયાબીનનું બિયારણ એગ્રો કંપનીઓ પાસેથી લીધું છે અને તેની વાવણી કરતાં આટલા સારા વરસાદ છતાં પણ તે બિયારણ અંકુરિત ન થતાં ખેડૂતોને માથે મોટું આભ તૂટી પડ્યું છે. નોંધનીય છે કે આ મામલે ઘણા ખેડૂતો દ્વારા પોલીસમાં બિયારણ કંપનીઓની વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી.
ADVERTISEMENT
સૌથી વધુ ફરિયાદો મહારાષ્ટ્રની સરકારી બીજ કંપની સામે
અહેવાલ પ્રમાણે ખેડૂતોની સૌથી વધુ ફરિયાદો મહારાષ્ટ્રની સરકારી કંપની મહાબીજ કોર્પોરેશન અને ઈન્દોર ની એક ખાનગી કંપની ઈગલ સીડ્સની સામે નોંધાઈ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ એવું સૂચવે છે કે થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા બિયારણ પ્રમાણીકરણના માપદંડોને ઓછા કરી નાખવામાં આવ્યા છે, ભાજપના સાંસદ નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

કેન્દ્ર સરકાર દ્વારા માપદંડોમાં કરાયો છે ઘટાડો
ADVERTISEMENT
પહેલા કોઈ પણ બિયારણના નમૂના માટે 70 ટકા બીજ અંકુરિત થાય તો તેને મંજૂરી આપી દેવામાં આવતી હતી જો કે નવા નિર્ણય પ્રમાણે હવે થી આ મર્યાદા ઘટાડીને 60 ટકા કરી દેવામાં આવી છે. જેને લઈને ઓછી ગુણવત્તા વાળ બિયારણ પણ કૃષિ માર્કેટમાં ખુલ્લેઆમ વેચવા લાગ્યા છે.
આ મામલે મહારાષ્ટ્ર ખેતી વિભાગના અધિકારીઓએ સૂત્રોને જણાવ્યા પ્રમાણે હાલ સુધીમાં રાજ્યમાં કુલ 1.16 લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જ્યારે કે ખેતી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 42 બિયારણ કંપનીઓનીઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં મહાબીજ કોર્પોરેશન, ઈગલ સીડ્સ અને ગોલ્ડ સીડ્સ જેવી કંપનીઓ પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.