બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / With Passport and Marksheet these 8 countries where you can easily get job chances with great package

જાણી લો / શું તમારી પાસે પણ છે Passport અને માર્કશીટ? તો આ 8 દેશ કે જ્યાં સરળતાથી તમને શાનદાર પેકેજ સાથે નોકરી મળવાના છે ચાન્સ

Megha

Last Updated: 09:52 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે પાસપોર્ટ અને માર્કશીટ છે તો વર્ક વિઝાના આધારે તમે સરળતાથી કેટલાક દેશોમાં નોકરી મેળવી શકો છો. ચાલો જાણીએ કયા 8 દેશો વિઝા આપીને નોકરી માટે બોલાવી રહ્યા છે..

  • વિદેશમાં નોકરી કરવા માંગતા લોકો માંટએ કામના સમાચાર 
  • વિશ્વના આ 8 દેશો વિઝા આપીને નોકરી માટે બોલાવી રહ્યા છે
  • પાસપોર્ટ અને માર્કશીટ છે તો વર્ક વિઝાના આધારે નોકરી મેળવી શકાય છે 

જો તમે વિદેશમાં નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે વિશ્વના આ 8 દેશો વિઝા આપીને નોકરી માટે બોલાવી રહ્યા છે અને એ માટે નોકરી કરવા ઇચ્છિત વ્યક્તિએ પાસપોર્ટ અને માર્કશીટની જરૂર છે. એ વાત તો નોંધનીય જ છે કે વિદેશમાં ભારતની તુલનામાં વધુ પગાર, ખૂબ સારી લાઈફસ્ટાઈલ અને વિશ્વની મુસાફરી કરવાની તક મળે છે. જો તમારી પાસે પાસપોર્ટ અને માર્કશીટ છે તો વર્ક વિઝાના આધારે તમે સરળતાથી કેટલાક દેશોમાં નોકરી મેળવી શકો છો. ચાલો જાણીએ કયા 8 દેશો વિઝા આપીને નોકરી માટે બોલાવી રહ્યા છે.. 

અમેરિકા :-
અમેરિકામાં મોટાભાગના પ્રોફેશનલ્સને H-1B વિઝા આપવામાં આવે છે અને તેના આધારે ત્યાં કામ કરવું સરળ બની જાય છે. જો તમારી પાસે વિઝા છે, તો તમે કોઈ કંપનીમાં નોકરી શોધી શકો છો અને જો તમે ઇચ્છો તો અમેરિકા પહોંચ્યા પછી પણ ઇન્ટરવ્યુ વગેરેની પ્રક્રિયા કરી શકો છો. જણાવી દઈએ કે  H-1B વિઝા અમેરિકામાં નોકરી માટેની પહેલી શરત હોય છે.  H-1B એવા લોકોને આપવામાં આવે છે જેમની પાસે યોગ્યતા છે અને એમને ત્યાં મલ્ટી નોકરીઓ સંબંધિત અભ્યાસ કર્યો છે.

સ્પેન :-
સ્પેનમાં એવા લોકો માટે નોકરીઓ સરળતાથી ઉપલબ્ધ છે જેમની પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે અને સ્પેનમાં રહેવા માટે પૂરતા પૈસા છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ છે, તો તમે સરળતાથી સ્પેનમાં નોકરી મેળવી શકો છો. આ માટે તમારે ક્વોલિફાય થવું પડશે અને તેમાં પણ 6 કે તેથી વધુ માર્કસ મેળવવા પડશે. ત્યાં નોકરી મેળવવા માટે માન્ય પાસપોર્ટ, EX01 ફોર્મ, હેલ્થ ઈન્સ્યોરન્સ અને એજ્યુકેશનલ સર્ટિફિકેટ જરૂરી રહેશે.

ઑસ્ટ્રિયા :-
ઑસ્ટ્રિયામાં નોકરીઓ સરળ રીતે મળી રહે છે અને અહીં પ્રથમ 6 મહિના માટે વિઝા મળી રહે છે પણ એ માટે તમારે હાઇ લેવલ વર્કર્સ 100 ની યાદીમાં 70 માર્કસ હોવા જોઈએ. આ સિવાય પાસપોર્ટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ, હેલ્થ ઈન્સ્યોરન્સ અને એજ્યુકેશનલ સર્ટિફિકેટ જરૂરી છે.
 
ન્યુઝીલેન્ડ :-
ન્યુઝીલેન્ડમાં વિશેષ લાયકાત ધરાવતા લોકોની પસંદગી પ્રાથમિકતાના આધારે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે કોઈ વિશેષ ડિપ્લોમા-ડિગ્રી છે, તો નોકરી મેળવવામાં કોઈ વિલંબ થશે નહીં. SMCRV (Skilled Migrant Category Resident Visa)વિઝા અહીં જારી કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયા :-
ઓસ્ટ્રેલિયામાં પણ હજારો ભારતીયો છે જેઓ હવે ત્યાં સ્થાયી થયા છે. આ સિવાય હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ ઓસ્ટ્રેલિયાને પોતાનું ડ્રીમ ડેસ્ટિનેશન માને છે. અહીં વર્ક વિઝાના આધારે નોકરીઓ ઉપલબ્ધ છે. અહીં આવતા પ્રોફેશનલ્સ પહેલેથી જ વર્ક વિઝા માટે અરજી કરે છે. આ માટે અન્ય દસ્તાવેજોની સાથે પાસપોર્ટ પણ જરૂરી છે. 

જર્મની :-
જર્મનીમાં વિઝા પ્રથમ 6 મહિના માટે ઉપલબ્ધ છે પણ ખાસ જણાવી દઈએ કે આ માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. આ સિવાય જો તમારી પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી, 5 વર્ષનો કામનો અનુભવ હોય તો તમને તમારા પાસપોર્ટના આધારે વિઝા મળે છે. આ સાથે જોબ કવરિંગ લેટર, હેલ્થ ઈન્સ્યોરન્સ અને એજ્યુકેશનલ સર્ટિફિકેટ જરૂરી રહેશે.

કેનેડા :-
અમેરિકા પછી કેનેડા એવો બીજો દેશ છે જ્યાં ભારતીયો નોકરી કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. જો તમે કેનેડામાં નોકરી કરવા માંગો છો તો તમારે પહેલા વર્ક પરમિટ બતાવવી પડશે. આ પછી તમારા કામનું સર્ટિફિકેટ પણ બતાવવાનું રહેશે. એ વાત તો નોંધનીય છે કે હજારો ભારતીયો અહીં સ્થાયી થયા છે સાથે જ કેનેડામાં કાયમી નિવાસી બનવાની તક મેળવવી સરળ છે.

UAE :-
સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE માં વિઝા પ્રથમ 60, 90 અથવા 120 દિવસ માટે ઉપલબ્ધ છે. જો કે ત્યાં કામ માટેણઆ વિઝા મેળવવામાં સૌથી મહત્વપૂર્ણ છે કે તમારી પાસે વૈજ્ઞાનિક, તકનીકી અથવા માનવતાવાદી ક્ષેત્રોમાં નિપુણતા હોવી જોઈએ. જો તમારી પાસે ટોચની 500 યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી છે, તો તમે સરળતાથી નોકરી મેળવી શકો છો પણ આ માંટએ પહેલા નાણાકીય ગેરંટી પણ આપવી પડશે અને પાસપોર્ટ બતાવવો પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ