બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / Will the entire Asia Cup be played in Pakistan instead of Sri Lanka? PCB Chief Zaka Ashraf spoke to Jai Shah

ASIA CUP 2023 / શું હવે એશિયા કપ 2023ની બાકીને મેચ શ્રીલંકાને બદલે પાકિસ્તાનમાં રમાશે? PCB ચીફ ઝકા અશરફે જય શાહ સાથે વાત કરી હતી

Megha

Last Updated: 04:53 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાના કોલંબોમાં એશિયા કપની મેચોને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી શક્યતા છે કારણ કે આગામી અઠવાડિયામાં આ ક્ષેત્રમાં ભારે વરસાદની અપેક્ષા છે.

  • ભારત અને નેપાળના મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે 
  • શ્રીલંકાના કોલંબોમાં ભારે વરસાદની અપેક્ષા છે
  • શું હવે આખો એશિયા કપ પાકિસ્તાનમાં રમાશે?

એશિયા કપ 2023 પર વરસાદનો ખતરો છે. એશિયા કપ 2023માં અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમાઈ છે અને પાંચમી મેચ રમાઈ રહી છે. શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની મેચ જે 2 સપ્ટેમ્બરે રમાઈ હતી તે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. સાથે જ આજના ભારત અને નેપાળના મેચમાં પણ વરસાદનો સાયો છે.  

કોલંબોમાં ભારે વરસાદની અપેક્ષા છે
અહેવાલો અનુસાર કોલંબોમાં એશિયા કપની મેચોને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી શક્યતા છે કારણ કે આગામી અઠવાડિયામાં આ ક્ષેત્રમાં ભારે વરસાદની અપેક્ષા છે. એવામાં હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહને આ પ્રકારનું સૂચન આપ્યું છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. 

શું આખો એશિયા કપ પાકિસ્તાનમાં રમાશે?
ભારતીય ટીમે એશિયા કપ 2023 ના સત્તાવાર યજમાન એવા પાકિસ્તાનમાં પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા છેલ્લી ઘડીએ શ્રીલંકામાં અમુક મેચનું આયોજન કર્યું હતું, પરંતુ વેધર રિપોર્ટ અનુસાર કોલંબોમાં સતત ભારે વરસાદને કારણે સુપર-4 મેચ પણ રદ્દ થવાનો ખતરો છે અને એ વાત પર પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફે બીસીસીઆઈના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ સાથે વાત કરી છે અને એશિયા કપની મેચો પાકિસ્તાનમાં શિફ્ટ કરવાનું સૂચન કર્યું છે. જણાવી દઈએ કે મેચ 9 સપ્ટેમ્બરથી કોલંબોમાં રમાશે અને ત્યારબાદ ફાઈનલ પણ ત્યાં જ રમાશે. 

ટૂર્નામેન્ટની આ મહત્વપૂર્ણ મેચો કોલંબોમાં રમાવાની છે
કોલંબો એશિયા કપ 2023ની સુપર ફોર મેચ અને ફાઈનલની મેચ રમાશે. 9, 10, 12, 14 અને 15 સપ્ટેમ્બરે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં સુપર ફોર રાઉન્ડની પાંચ મેચો અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. પરંતુ હાલ શ્રીલંકાના કોલંબોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એ કારણે ત્યાંના રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે જએનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. 

નોંધનીય છે કે એશિયા કપ 2023નુંસંપૂર્ણ આયોજન પાકિસ્તાને કરવાનું હતું, પરંતુ BCCIએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તે પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં રમવા મોકલશે નહીં અને એટલા માટે એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલમાં યોજવો પડ્યો. હવે ચાર મેચ પાકિસ્તાનમાં અને નવ મેચ શ્રીલંકામાં યોજાઈ રહી છે. એવામાં હાલ શક્ય છે કે બાકીની મેચો દાંબુલા અથવા દુબઈમાં યોજાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ