બ્રેકિંગ ન્યુઝ

logo
logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Wife donates organs of brain dead husband with price of organ donation

મહાદાન / આધુનિક સાવિત્રી : પત્નીએ બ્રેઇનડેડ પતિના અંગોનું કર્યું દાન, બે કિડની અને એક લીવર મળતા ત્રણની જીદંગી ઉગારી

Dinesh

Last Updated: 11:57 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઓઢવના રહેવાસી રસીકભાઇને ઇન્ટ્રાવેન્ટ્રીક્યુલર હેમરેજ (IVH) એટલે કે બ્રેઇનહેમરેજ થતા તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કર્યા હતા જેમનું અંગદાન કરાયુ.

  • આધુનિક સાવિત્રી: અંગદાન થકી પતિના અંગોને નવજીવન બક્ષતાં હિનાબહેન
  • અંગદાન કરતા મારા પતિ અન્યમાં જીવંત રહેશે આ ઉમદા ભાવ સાથે અંગદાન કર્યું
  • અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું – ત્રણને નવજીવન


તારીખ 7મી જુલાઇનો એ દિવસ કબીરા પરિવાર માટે ગોઝારો બની રહ્યો. પરંતુ આ ગોઝારા દિવસમાં પણ જન કલ્યાણ અને જન સેવાનું ઉમદા કાર્ય કરીને એક મિશાલ પ્રસ્થાપિત કરી છે.  અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 35 વર્ષના રસીકભાઇ કબીરાનું 7મી જુલાઇના રોજ બ્લડપ્રેશર એકા એક વધી જવાથી ઇન્ટ્રાવેન્ટ્રીક્યુલર હેમરેજ(IVH) એટલે કે બ્રેઇનહેમરેજ થયું. પરિવારજનો ચિંતીત બનીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા.

અંગદાનનો નિર્ણય
અમદાવાદ સિવિલ હોસ્ટિલમાં જરૂરી તમામ ટેસ્ટ અને સધન સારવાર શરૂ કરવામાં આવી. હોસ્પિટલમાં બે દિવસની સધન સારવારના અંતે રસીકભાઇને તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યા.  પતિના બ્રેઇનડેડ થયાની જાણ થતા તેમના પત્નિ હિનાબહેન સહિત સમગ્ર પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યુ. સ્વજન ગુમાવવાનું સમગ્ર પરિવારને દુ:ખ હતુ. પરંતુ પત્ની હિનાબહેનનું જીવન અંધકારમય બનવા જઇ રહ્યું હતું. તેઓને હરહંમેશ સથવારો અને સધિયારો આપનાર દેવલોક પામી રહ્યાં હતા. કદાચ આ ક્ષણે હિનાબહેનને તેમના બે પુત્રો અને એક પુત્રીના ભવિષ્યની પણ ચિંતા થઇ રહી હશે. આવી ભાવુક ક્ષણે પણ હિનાબહેન એ જનસેવાર્થે જનકલ્યાણનો એક હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.આ નિર્ણય હતો અંગદાનનો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની 6થી 7 કલાકની મહેનતના અંતે બ્રેઇનડેડ પતીના અંગદાનનો નિર્ણય કર્યો છે.

પતિ- પત્નીની તસવીર

 દાનની સરવાણી વહી
મૃત્યુ બાદ પણ મારા પતિ અન્ય કોઇના જીવમાં જીવંત રહેશે કોઇનું જીવન કાર્યક્ષમ અને સ્વસ્થ બનાવશે તેવા ઉમદા ભાવ સાથે તેઓએ પતિના અંગદાન કરવાનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે. જેને જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં દાનની સરવાણી વહી. આ 48 કલાકમાં બે અંગદાતા પરિવારજનોએ તેમના બ્રેઇનડેડ સ્વજનનું અંગદાન કર્યું. આ અંગદાનથી 6ને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત બે દિવસ અંગદાનની વિરલ ઘટના બની. આ અગાઉ પણ 10 થી 12 વખત સતત બે દિવસમાં બે અંગદાતા પરિવારજનો દ્વારા સ્વજનનું અંગદાન કરવાની ઘટના બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ