બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Wife can sell her own property even without asking her husband - High Court ruled

ચૂકાદો / પતિને પૂછ્યા વગર પણ પત્ની તેની પોતાની પ્રોપર્ટી વેચી શકે- હાઈકોર્ટે આપ્યો ચુકાદો

Vishal Khamar

Last Updated: 11:25 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Divorce Case : કોર્ટે કહ્યું કે જો પતિ પત્નીની પરવાનગી વગર મિલકત વેચી શકે છે. તો પત્નીના નામની મિલકત પણ પતિની પરવાનગી વગર વેચી શકાય છે. આપણે લિંગ અસમાનતાની માનસિકતાને દૂર કરવી પડશે.

  • છૂટાછેડા સંબંધિત કેસ મામલે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો
  • પત્નિ પોતાના નામની મિલકત પતિની પરવાનગી વગર વેચે તો તે ક્રુરતા નથીઃહાઈકોર્ટ
  • જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ પ્રોસેનજિત બિસ્વાસની ડિવિઝન બેંચે આપ્યો ચૂકાદો

જો પત્ની પતિની પરવાનગી વિના તેની મિલકત વેચે છે. તો તેને ક્રૂરતા કહી શકાય નહીં. આ ટિપ્પણી કલકત્તા હાઈકોર્ટે કરી છે.  હાઈકોર્ટમાં છૂટાછેડા સંબંધિત કેસની સુનાવણી ચાલી રહી હતી. જેમાં પતિની ક્રૂરતા અને ત્યાગનાં આધારે છૂટાછેડા લેવાની મંજૂરી આપતા ફેમિલી કોર્ટના આદેશ સામે મહિલાએ અપીલ કરી હતી. જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ પ્રોસેનજિત બિસ્વાસની ડિવિઝન બેંચે કહ્યું કે બંને શિક્ષિત છે. અને જો કોઈ પત્ની તેના પતિની પરવાનગી વિના તેના નામની મિલકત વેચે તો તે કોઈપણ રીતે ક્રૂરતા નથી.
2014માં ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે
આ મામલો જોતા એવું લાગે છે કે ખરીદેલી મિલકતની ચુકવણી પતિ દ્વારા કરવામાં આવી હતી. કારણ કે પત્ની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.

મિલકત પત્નીના નામે છે
આ બાબતે હાઈકોર્ટે કહ્યું કે જો આ વાત સાચી માની લેવામાં આવે તો પણ સંપત્તિ પત્નીના નામે છે. પત્નીને પતિની મિલકત ગણી શકાતી નથી અને તેના જીવનમાં કંઈપણ કરતાં પહેલાં તેના પતિ પાસેથી પરવાનગી લેવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. જો પતિ પત્નીની સંમતિ વિના મિલકત વેચી શકે છે, તો પત્નીના નામની મિલકત તેની પરવાનગી વિના પણ વેચી શકાય છે. આપણે લિંગ અસમાનતાની માનસિકતાને દૂર કરવી પડશે.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે,
સ્ત્રીઓ પર પુરુષોનું વર્ચસ્વ વર્તમાન સમાજને સ્વીકાર્ય નથી. અને આપણા બંધારણના ઘડનારાઓએ ક્યારેય આવી ભાવના પેદા કરી નથી.

હકીકતમાં, હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચૂકાદાને ફગાવી દીધો હતો અને કહ્યું કે, લગ્નની શરૂઆતથી જ દંપતી નાખુશ હતા કારણ કે લગ્નના બે વર્ષમાં પુત્રીનો જન્મ થયો હતો અને તેથી એવું ન કહી શકાય કે તેઓ લગ્નની શરૂઆતથી જ નાખુશ હતા.

કોર્ટે કહ્યું કે બંને એક જ ઘરમાં રહે છે. પરંતુ અલગ-અલગ રૂમમાં રહે છે.  પત્નીના આ દાવાને ધ્યાનમાં લેતા કે તે સંબંધને પુનઃસ્થાપિત કરવા માંગે છે. કોર્ટે કહ્યું કે દંપતીએ 2003 થી સાથે રહ્યા નથી. પરંતું પુરાવા દર્શાવે છે કે પતિનો તેની પત્ની સાથે  રહેવા માટે તેનો કોઈ ઈરાદો ન હતો. આ સાથે હાઈકોર્ટે પતિને છૂટાછેડા લેવાની મંજૂરી આપતા નિર્ણયને રદ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ