બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Why was there no Kavach system?: CM Mamata and Railway Minister face-to-face, talk about the incident

ઓડિશા ટ્રેન અકસ્માત / કવચ સિસ્ટમ કેમ નહોતી?: ઘટનાસ્થળ પર જ CM મમતા અને રેલમંત્રી સામસામે, થઈ ટોકાટોકી

Priyakant

Last Updated: 03:08 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odisha Train Accident News: ઓડિશા દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળના CM પહોંચ્યા બાલાસોર, CM મમતાએ નજીકમાં ઉભેલા રેલવે મંત્રીને આ રૂટ પર કવચ સિસ્ટમ ન હોવાનું કારણ પૂછ્યું

  • ઓડિશા દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળના CM પહોંચ્યા બાલાસોર 
  • મીડિયાની સામે જ મમતા બેનર્જીએ રેલમંત્રીને પૂછ્યો સવાલ 
  • રેલવે મંત્રીને આ રૂટ પર કવચ સિસ્ટમ ન હોવાનું કારણ પૂછ્યું

ઓડિશાના બાલાસોર દુર્ઘટના બાદ હવે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ બાલાસોર પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ તરફ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન CM મમતાએ નજીકમાં ઉભેલા રેલવે મંત્રીને આ રૂટ પર કવચ સિસ્ટમ ન હોવાનું કારણ પૂછ્યું હતું. 

મુખ્યમંત્રી મમતા બેનરજી અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ હોમ સ્ટેટ હોવાના કારણે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પહેલાથી જ ત્યાં હાજર હતા. અશ્વિની વૈષ્ણવ મમતાનું આગમન થતાં જ તેમનું સ્વાગત કરી ઘટનાસ્થળે લઈ ગયા હતા અને રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓને તેમની સાથે નિરીક્ષણ કરવા માટે મોકલ્યા હતા. 

મીડિયાને સંબોધિત કરતી વખતે શું કહ્યું ? 
આ તરફ મીડિયાને સંબોધિત કરતી વખતે બંને નેતાઓ એકસાથે ઉભા રહ્યા અને આ દરમિયાન રેલવે મંત્રી અને સીએમ મમતા વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. મમતા બેનર્જીએ મીડિયાને કહ્યું, તે ઓડિશા સરકાર સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે,  અમે એક ડૉક્ટર અને એમ્બ્યુલન્સ મોકલી છે અને તેની પાસે એન્ટિ-કોલિઝન ડિવાઇસ નથી. 

મમતા બેનરજીએ કહ્યું કે, જેનું જીવન ગુમાવ્યું છે, તે જીવન પાછું નહીં મળે, તેથી હવે બચાવ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, રેલ્વેમાં તાલમેલનો અભાવ છે, કેમેરાની સામે રેલ્વે મંત્રી અને મમતા બેનર્જી વચ્ચે મૃતકોના આંકડા અને બચાવ કામગીરીને લઈને ચર્ચા થઈ હતી. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે લોકો હજુ પણ ત્રણ બોગીમાં ફસાયેલા છે, જ્યારે રેલ્વે મંત્રીએ આને ખોટું કહ્યું અને તેમને માહિતી આપી કે રેલ્વેએ તેનું બચાવ કાર્ય પૂર્ણ કરી લીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ